<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આછા વાદળા છવાતા ઠંડીમાં ઘટાડો

નલીયા ૮.૬, ગિરનાર ઉપર ૯.પ ડિગ્રી લઘુતમ તાપમાન : મિશ્ર હવામાન

રાજકોટ, તા. ૩૦ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આછા વાદળા છવાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આજે નલીયામાં ૮.૬, ગિરનાર, ૯.પ, રાજકોટમાં ૧પ, જામનગરમાં ૧૪.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિજુભાઇ જોષી દ્વારા) જુનાગઢઃ સોરઠમાં સવારથી વાદળા છવાય જતા તાપમાનમાં વધારો થવાથી ગિરનાર પર ૯.૫ ડિગ્રી નોંધાયું હતું.

જૂનાગઢના ગિરનાર પર્વત પર ગઈકાલે લઘુતમ તાપમાન ૬.૩ ડીગ્રી ઘટીને ૧૦.૫ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે આકાશમાં વાદળો છવાઈ જતા ગિરનાર પર તાપમાન ૪ ડિગ્રી વધીને ૯.૫ ડિગ્રી થઈ જતા પર્વતીય વિસ્‍તારમાં ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો પરંતુ સવારથી આકાશ વાદળોથી ઘેરાય જતા ગિરનાર પર અદભુત નજારો જોવા મળ્‍યો હતો.

ગિરનારની સાથે સાથે જુનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ચાર ડિગ્રી વધીને ૧૪.૫ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડીથી પણ લોકોને રાહત મળી હતી પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા ઠંડક અનુભવાય હતી સવારથી આકાશમાં વાદળો સાથે ધુમ્‍મસ છવાઈ ગયું હતું. જુનાગઢ સહિતના વિસ્‍તારોમાં સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ઘટીને ૩.૭ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :   બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ સે.ગ્રી.,  મહતમ તાપમાન રપ સે.ગ્રી., ભેજનું પ્રમાણ ૬૭ ટકા, પવનની ગતિ કિ.મી. છે.

કયાં કેટલી ઠંડી

શહેર લઘુતમ તાપમાન

અમદાવાદ       ૧પ.૯

અમરેલી         ૧૪.૬

બરોડા           ૧૬.૮

ભાવનગર        ૧૭.૭

ભૂજ              ૧ર.૬

દમણ            ૧૬.ર

ડીસા             ૧૧.૮

દીવ             ૧પ.૮

દ્વારકા            ૧પ.૮

ગાંધીનગર       ૧પ.પ

કંડલા            ૧પ.૪

નલિયા             ૮.૬

ઓખા             ૧૯૦

પોરબંદર         ૧ર.૮

રાજકોટ          ૧.પ૦

સુરત             ર૦.૦

વેરાવળ        ૧૮.૭

(12:14 PM IST)