<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જામનગર મહાનગર પાલિકાનું રૂપિયા 1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ: મ્યુ. કમિશનરે કરવેરામાં વધારા સુચવ્યા

નવ કરોડથી વધુ આવક ઊભી કરવા જુદા જુદા કરદરમાં વધારો સૂચવાયો: રહેણાંકમાં વોટર ચાર્જીસમાં 100 રૂપિયા અને સ્લમ વિસ્તારમાં 50 રૂપિયાનો વધારો સુચવાયો

જામનગર મહાનગરપાલિકાનું 1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કર્યું છે . વર્ષ 2026/27નું સામાન્ય અંદાજપત્ર સ્ટેન્ડિંગ ચેરમેનને સુપ્રત કરાયું છે . પાણી વ્યવસ્થાપન, ભૂગર્ભ ગટર, રોડ રસ્તા અને આવાસ સહિત માળખાગત વ્યવસ્થાઓ ઊભી કરવા મોટાભાગની મૂડી ખર્ચવાનો અંદાજ છે . નવ કરોડથી વધુ આવક ઊભી કરવા જુદા જુદા કરદરમાં વધારો સૂચવાયો છે . યાંત્રિક વાહનોમાં આજીવન વાહનકરમાં 0.25થી અડધા ટકાનો વધારો સુચવ્યો છે. રહેણાંકમાં વોટર ચાર્જીસમાં 100 રૂપિયા અને સ્લમ વિસ્તારમાં 50 રૂપિયાનો વધારો સુચવાયો છે.  ભાડામાં 10 ટકાનો વધારો કરાયો છે.  ગેરકાયદે બાંધકામ અને દબાણકર્તાઓને દંડમાં 10%નો વધારો. સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જમાં રૂ. 5નો વધારો સુચવ્યો છે. ફાયર ચાર્જીસ અને સ્ટ્રીટ લાઈટ યુજેસ ચાર્જમાં 100 ટકાનો વધારો દર્શાવ્યો છે. ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં 300નો વધારો સુચવ્યો છે. સામાન્ય અંદાજપત્રમાં કુલ રૂ. 9 કરોડના કરદર વધારા સૂચવવામાં આવ્યા છે

 

(1:07 AM IST)