<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

દારૂ પીધેલ હાલતમાં રર વાહનોને હડફેટે લઇ નાસી છુટેલ થાર ચાલકને ભાયાવદર પોલીસે ઝડપી લીધો

થાર ચાલક મહેન્‍દ્રસિંહ જાડેજા રે. જામનગરને પકડી શેઠવડાળા પોલીસને હવાલે કરાયો

રાજકોટ, તા., ૩૦: દારૂ પીધેલ હાલતમાં રર વાહનોને હડફેટે લઇ નાસી છુટેલ થાર ચાલકનો ભાયાવદર પોલીેસે ફિલ્‍મી ઢબે પીછો કરી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો મુજબ ભાયાવદર પો.સ્‍ટે. ના પો.કોન્‍સ. હિમાંશુભાઇ દેવાભાઇ હુણને ટેલીફોનીક જાણ થયેલ કે એક વ્‍હાઇટ કલરની થાર ગાડીનો ચાલક દારૂ પીધેલ હાલતમા બે-ફીકરાઈથી અને માણસોની જીંદગી જોખમાય તે રીતે તેના હવાલાવાળી થાર ગાડી રજી નં. GJ-10-EC-૭૨૧૫ વાળી લઈને રસ્‍તામા આવતા રર વાહનોને ઠોકર મારી શેઠ વડાળા પો.સ્‍ટે વિસ્‍તારમાથી અરણી ગામથી ભાયાવદર ગામ તરફ આવતો હોય એ તેની પાછળ-પાછળ શેઠવડાળા પો.સ્‍ટે.ના ૧૧૨ ગાડીના પોલીસ કર્મચારીઓ ૧૧૨ ગાડી સાથે તેનો પીછો કરી રહેલ હોય જે હકીકત મળતા ભાયાવદર પો.સ્‍ટે. ના પો.ઈન્‍સ, વી.સી.પરમાર તથા સાથેના પોલીસ સ્‍ટાફના માણસો લઈ ભાયાવદર ગામે અરણી રોડની ગોળાઈ પર રસ્‍તો રોકી ઉભા હતા તે દરમ્‍યાન ઉપરોક્‍ત વર્ણન વાળી થાર ગાડી પુર ઝડપથી અને બે-ફીકરાઈથી આવેલ અને ઉભી રખાવતા ઉભી રહેલ નહિ અને ભયજનક ડ્રાઇવિંગ કરી થાર ગાડીનો ચાલક નાસી જતા તેનો ફિલ્‍મી ઢબે પીછો કરી ભાયાવદરના સરદાર ચોક ખાતે સદરહુ થાર ગાડીને રોકી પાડી ચાલક  મહેંદ્રસિંહ ભુપતસિંહ જાડેજા રહે જામનગર, મચ્‍છોનગર,શાંતી નગર શેરી નં૭ તા.જી.-જામનગરને પકડી પાડી શેઠ વડાળા પોલીસને હવાલે કર્યા હતા.

આ કામગીરી ભાયાવદર પો.સ્‍ટેના PI વી.સી.પરમાર,  એ.એસ.આઈ શક્‍તિસિંહ વનરાજસિંહ, પો.કોન્‍સ હિમાંશુભાઈ દેવાભાઇ,  દિલીપસિંહ જયદેવસિંહ તથા મહેશભાઈ મખાભાઈ, શેઠ વડાળા પો.સ્‍ટેના પો.કોન્‍સ અર્જુનભાઈ રામભાઈ સહિતના સ્‍ટાફે કરી હતી.

(11:40 AM IST)