<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જયરાજ આહિરને ૧૧ નંબરની બેરેક ફાળવાઇઃ ટિફિન- બીસ્‍ત્રાની અરજી મંજુર

૬ દિવસ બાદ જેલમાં ઘરનું જમવાનુ મળશેઃ ૧૪માંથી ૮ આરોપીની બહાર આવવા જામીન અરજી

ભાવનગર તા.૩૧: બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણમાં ૨૫ જાન્‍યુઆરીના રોજ જયરાજ આહીરની મોડીસાંજે જેલમાં એન્‍ટ્રી કરી હતી.

ત્‍યારે જિલ્લા જેલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ, જયરાજ આહીરને પ્રથમ ભાવનગર જિલ્લા જેલની અંદર આફ્‌ટર બેરેકમાં રાખવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ ૨૭ જાન્‍યુઆરીના રોજ જયરાજ આહીરને ૧૧ નંબરની બેરેક ફાળવવામાં આવી છે. જયરાજ આહીરના પરિવારજનોએ તેની માટે બીસ્‍ત્રા અને ટિફિન માટે અરજી કરી હતી, જે ૨૮ જાન્‍યુઆરીના રોજ મંજૂર કરવામાં આવી છે. છ દિવસ જેલનું ભોજન લીધા બાદ હવે જયરાજને ઘરનું જમવાનું મળશે. હાલ જયરાજ જિલ્લા જેલમાં આવેલી લાઈબ્રેરીમાં પુસ્‍તકનું વાંચન કરી દિવસ પસાર કરી રહ્યો છે.

હાલમાં નવનીત બાલધિયા પર હુમલો કરનારા ૧૪ આરોપી જેલના સળીયા પાછળ છે. જેલ મુક્‍ત થવા ૮ આરોપીએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી મૂકી હતી, જ્‍યારે અન્‍ય એક બગદાણાના શખસે પોતાની આગોતરા અરજી પણ મૂકી હતી. ૩૦ જાન્‍યુઆરીના રોજ મહુવા કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહુવા કોર્ટે ૮ આરોપીના રેગ્‍યુલ અને એકના આગોતરા જમીન અનુસંધાને મુદત આપી છે. હવે આગામી સુનાવણી ૨ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.આગામી સુનાવણી ૨ ફેબ્રુઆરીએ યોજાશે જ્‍યારે અન્‍ય બગદાણા ગામે રહેતા પાતુ ભુથાભાઈ ભાદરકાએ પોતાના વકીલ મારફતે આગોતરા જામીન અરજી પણ કરી હતી. આ તમામ જામીન અરજી પર ૩૦ જાન્‍યુઆરીના મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મહુવા કોર્ટે ૮ શખસની રેગ્‍યુલર જામીન અરજી અને એકના આગોતરા જામીન અરજી મામલે મુદ્દત પાડી છે. આગામી ૨ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે

(1:29 PM IST)