News of Saturday, 31st January 2026
પોરબંદર પીજીવીસીએલ સાથે પ૪,૮૧ લાખની છેતરપીંડી
મંજુર થયેલ ટેન્ડર સાથે વીજ સામાનનો લાખોનો કાચો માલ મેળવીને પરત નહીં આપતા પોલીસ ફરીયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૧ : પીજીવીસીએલનું મંજુર થયેલ ટેન્ડર સાથે વીજ સામાનનો લાખો રૂપીયાનો કાચો માલ મેળવીને શરત મુજબ પરત નહી સોંપીને પ૪.૮૧ લાખની છેતરપીંડીની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
પીજીવીસીએલના કર્મચારી સમીરભાઇ અમીનભાઇએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી યાસીન એન.હાલા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આરોપી યાસીન તેની કંપનીના નામે ગ્રામ અને શહેર વીજ કચેરીઓમાંથી ટેન્ડર મેળવીને સાથે કાચો માલ ૬ર,૩૮૪ મેટ્રીક ટન કિ. રૂા. ૪૧,૬૩,૮૪પ તેમજ અન્ય વધારાનો કાચો માલ ર૧,૮પ૬ મેટ્રીક ટન કિ. રૂા. ૧૩,૧૭,૮૧૯ મળીને કુલ પ૪,૮૧,૬૬૦ પોતાના હસ્તક લઇને શરત મુજબ પરત નહી સોંપીને છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે.
આ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એસ.હુંબલ તપાસ ચલાવી રહયા છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
