<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

એચડીએફસી બેંકના મેનેજર તરીકેની ઓળખ આપીને જાફરાબાદમાં પ્રૌઢને મોબાઈલ વોટસએપ એપ્‍લીકેશન મોકલીને છેતરપીંડી

એચડીએફસી બેંકના ક્રેડીટ કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્‍ઝેકશન કરી રૂા.૯૫,૪૭૩ ની છેતરપીંડીની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૧: જાફરાબાદ મોટા ઉંચાણીયા હવેલીની બાજુમાં રહેતા ચેતનભાઈ મુકુંદરાય પારેખ ઉ.વ.૪૬ ને તા. ૩-૧-૨૬ ના અજાણ્‍યા મો. ૯૯૩૧૦ ૩૪૭૨૬ માંથી ફોન આવેલ અને ચેતનભાઈને એચડીએફસી બેંકના મેનેજર તરીકેની ઓળખ આપી વિશ્વાસઘાત કરી ચેતનભાઈને ઉપરોકત મોબાઈલ નં.૯૯૩૧૦ ૩૪૭૨૬ માંથી ચેતનભાઈના વોટસએપ એપ્‍લીકેશન ઉપર લીંક મોકલી તેમના એચડીએફસી બેંકના ક્રેડીટકાર્ડમાંથી બે અલગ અલગ ટ્રાન્‍ઝેકશન કરી કુલ રૂા.૯૫,૪૭૩ ની ઓનલાઈન સાયબર ફ્રોડ છેતરપીંડી કરી ગુનો કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(12:17 PM IST)