News of Saturday, 31st January 2026
કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આતંરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઇ
રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે

કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આતંરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા વધીને પાંચ થઈ. છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. પાંચ રામસર સાઇટ, 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો 21 ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબુત બનાવે છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
