<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ખંભાળિયામાં સહકારી મંડળીઓના ઓડિટમાં થયેલા કૌભાંડ : અધિકારીએ ખોટી સહી -સિક્કાનો ઉપયોગ કરીને ગેરકાયદે ઓડિટ કર્યું હોવાનો ખુલાસો

અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 26 અલગ અલગ સહકારી મંડળીઓના ઓડિટ કરી નાખ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સહકારી મંડળીઓના ઓડિટમાં થયેલા કૌભાંડમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે, સરકારી સેવામાં ફરજ બજાવતા અધિકારીએ ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને ગેરકાયદે ઓડિટ કર્યું હોવાનો ખુલાસો થયો છે, પોતે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 26 અલગ અલગ સહકારી મંડળીઓના ઓડિટ કરી નાખ્યા હતા. 

    ઓડિટ કરવાની સત્તા ન હોવા છતાં અંગત આર્થિક લાભ મેળવવા આ ગેરકાયદે કૃત્ય કર્યું હતું..તમામ મંડળીઓ પાસેથી ઓડિટ ફી પેટે કુલ રૂપિયા 78 હજાર વસૂલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વધુમાં, આરોપીએ બે અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પેનલ ઓડિટરની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરી ખોટા ઓડિટ અહેવાલ તૈયાર કર્યા હતા. અને અહેવાલને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં રજૂ કર્યા હતા..પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(6:40 PM IST)