News of Saturday, 31st January 2026
બોટાદના રાણપુર નજીક ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત : ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત
રાણપુર નજીક કિનારા ચોકડી પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર: અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો

બોટાદ જિલ્લાના રાણપુર નજીક કિનારા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારને ભારે નુકસાન થયું હતું..
ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
