News of Sunday, 1st February 2026
મોરબી જીલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક મળી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાઓને પ્રોત્સાહન.યુવક કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા અને દરેક વોર્ડ તથા ગામડે ખાટલા બેઠક કરી યુવાનોને જાગૃત કરવા મુદ્દે ચર્ચા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના નેતૃત્વમાં મિટિંગ યોજાય હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ સિંહ વણોલ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન સોરીયા વાંકાનેર તાલુકા પ્રમુખ શાકિબ શેરસીયા મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશ રાજપરા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા sc st શેલ પ્રમુખ દિલીપ ભાઈ પરમાર મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતી બેન તથા મોરબી જિલ્લા કોંગ્રેસ તથા મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના હોદેદારો તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મુદ્દા
૧) સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં યુવાઓ વધારેને વધારે ભાગ લે
૨) યુવક કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવું
૩) દરેક વોર્ડ તથા ગામડે ખાટલા બેઠક કરી યુવાનોને જાગૃત કરવા
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
