News of Sunday, 1st February 2026
મોરબીની આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું.
સ્વરક્ષણ માટેની વિવિધ ટેક્નિકો શીખવાડીને વિદ્યાર્થીનીઓને મુશ્કેલીભરી પરિસ્થિતીમાં સ્વબચાવ કઈ રીતે કરવો તે અંગેની જાણકારી અને ટ્રેનિંગ પૂરી પાડી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજરોજ તા.૩૦/૧/૨૦૨૬ના મહિલા સેલ અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટેની સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. સ્વરક્ષણ તાલીમ માટે ‘કરાટે એસોસિએશન ગિર સોમનાથ’ અંતર્ગત મયુરભાઈ પિપરોતર તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા સુરક્ષા સેતુના ડીઆઇ લાભુબેન મોરી ઉપસ્થિત રહ્યાં હતા.
મયુરભાઈએ વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટેની વિવિધ ટેક્નિકો શીખવાડીને વિદ્યાર્થીનીઓને મુશ્કેલીભરી પરિસ્થિતીમાં સ્વબચાવ કઈ રીતે કરવો તે અંગેની જાણકારી અને ટ્રેનિંગ પૂરી પાડી હતી. લાભુબેને પણ વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. આચાર્યશ્રી ડૉ. રામભાઈ વારોતરીયાના સહકાર થકી કાર્યક્રમનું આયોજન થયેલ. સંચાલક તરીકે મહિલા સેલના કો-ઓર્ડીનેટર ડૉ. કવિતાબા ઝાલા રહ્યા હતા.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
