<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ સંદર્ભે શહેરના પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

મહાશિવરાત્રીના મેળામાં નવા ઉમેરાવા જઈ રહેલા આયામો વિશે પરામર્શ કરાયો

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ સંદર્ભે શહેરના પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
   રાજ્ય સરકારના સવિશેષ પ્રયત્નોથી મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્ય અને દિવ્ય બનવા જઈ રહ્યો છે, તેના સંદર્ભમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના મેળામાં જે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે, તેના સંદર્ભે પરામર્શ કરવામાં આવ્યો હતો, ખાસ કરીને તા.૧૧મી ફેબ્રુઆરીએ સાધુ સંતોના આગમનના સ્વાગત માટે યોજાનાર નગર પ્રવેશ યાત્રાના આયોજન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ આયોજનો અંગે સાધુ સંતો સાથે પણ પરામર્શ કરવામાં આવી રહ્યો છે.
ઉપરાંત આ બેઠકમાં ઉતારા મંડળો માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
  આ બેઠકમાં શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી સર્વ પુનિતભાઈ, અગ્રણી યોગેન્દ્ર પઢિયાર,શૈલેષ દવે  ઉતારા મંડળના સર્વ કાળુભાઈ સિંધલ, હરેશભાઈ  ઠુંમર, પ્રવીણભાઈ સોજીત્રા સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

(1:02 AM IST)