હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોડીનારમાં ૧૮.૮૦ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું.
૧૫૧ ગુનાઓમાં પકડાયેલ દારૂના જથ્થાનો સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે જાહેર નાશ કરાયો: ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં કાર્યવાહી

કોડીનાર : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં પકડાયેલા લાખો રૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો આજે વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. અંદાજે ૧૮.૮૦ લાખ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા પર રોલર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો
જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલનો સમયાંતરે નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા દ્વારા નામદાર એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટના હુકમ બાદ પ્રોહીબીશન કમિટીની રચના કરી
કોડીનારની સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે તા. ૦૯/૦૨/૨૦૨૫ થી તા. ૦૮/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન પકડાયેલા કુલ ૧૫૧ ગુનાઓના નાશપાત્ર મુદ્દામાલનો નિકાલ કરાયો હતો. જેમાં કુલ રૂ. ૧૮,૮૦,૦૩૨/- ની કિંમતની નાની-મોટી ઈંગ્લીશ દારૂની બોટલો અને ટીન દારૂના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ તકે પ્રોહીબીશન કમિટીના સભ્ય અને ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, કોડીનાર મામલતદાર, જુનાગઢ નશાબંધી અધિકારી તેમજ કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં કોડીનાર સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. પ્રદિપસિંહ હરીસિંહ, પ્રફુલભાઇ જેસીંગભાઇ, હેડ કોન્સ. મુકેશભાઇ, અભિજીતસિંહ તથા પોલીસ સ્ટાફના કનુભાઇ, ભીખુશા, વજુભાઇ અને રાઇટર પ્રતાપભાઇ સહિતના જવાનોએ જેહમત ઉઠાવી હતી. સરકારી પંચોની રૂબરૂમાં દારૂની બોટલો પર રોલર ફેરવી સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
