News of Sunday, 1st February 2026
પૂનમ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન : ૧૦૦ કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજ ઉપર ફૂલની વર્ષા : ભાવિકો ઉમટયા
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી મંગળા આરતી અને શણગાર આરતી પૂજારી સ્વામી તથા સંધ્યા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકરનો મુગટ એવં એમ્બ્રોઇડરી વર્ક તથા ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો અત્યંત મનોહર શણગાર ધરાવવામાં આવ્યો અને અડદિયાનો અન્નકૂટ ધરાવાયો હતો.
મંદિરમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સાંજે 04:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે ૬:૩૦ કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મહત્વનું છે કે શ્રી સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજા ઘણી વખત કરવામાં આવે છે.ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિતથાય છે.
ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરવામાં આવે છે અને નર્તકો પણ નૃત્ય કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે.
વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા પણ જોવાલાયક બની જાય છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
