News of Sunday, 1st February 2026
ધોરાજીના સુપેડીથી વાવડી જવાના રસ્તેથી કારમાંથી વિદેશી દારૂની બોટલોના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી લેવાયા
એલસીબી રાજકોટ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા :179બોટલો મળી કુલ 6.54 લાખથી વધુનો મુદામાલ જપ્ત

ધોરાજી તાલુકા પો.સ્ટે.ના સુપેડીથી વાવડી ગામ જવાના રસ્તા પરથી વિદેશી દારૂની બોટલો નંગ ૧૭૯ કિ.રૂા. ૩,૪૪,૪૩૦/ મળી કુલ મુદામાલ કી.રૂ. ૬,૫૪,૪૩૦ સાથે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યએ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીજય સિંહ ગુર્જરનાઓએ વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના I/C પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારઘી તથા પો.સબ ઈન્સ. એચ.સી.ગોહીલ તથા આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન ખાનગી બાતમી આધારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સુપેડીથી વાવડી ગામ જવાના રસ્તેથી ગ્રે કલરની સીયાઝ કાર માંથી ભારતીય બનાવટનો દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા આવેલ.
ઝડપાયેલ આરોપી (૧) મહેન્દ્રસિંહ S/O તનસીંહ વેણીદાન રત્નું, ચારણ/ગઢવી, રહે- જોધપુર, રાજસ્થાન, (દારૂનો જથ્થો લાવનાર) (૨) ભગુ S/O કરશનભાઈ ભારાઈ/રબારી, રહે-ગીરનાર દરવાજા, જુનાગઢ, (દારૂનો મંગાવનાર ) (૩) રાકેશકુમાર ગેહલોત, રહે- ગુરૂગ્રામ, હરીયાણા (દારૂનો પર બાકી . વરૂનો જથ્થો ગુરૂગ્રામ હરીયાણાથી ભરી આપનાર)
કબ્જે કરેલ મુદામાલ
પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો બોટલો નંગ- ૧૭૯ કિ.રૂા. ૩,૪૪,૪૩૦/-સુઝુકી કંપનીની ગ્રે સીયાઝ ફોર વ્હીલ કાર MH-12-RK-0242 કી.રૂ.3,00,000/-મોબાઇલ ફોન નંગ-૦૨, ૦૨, કિ.રૂ.૧૦,૦૦૦/-
મળી કુલ મુદામાલ માલ કી.રૂા. ૬,૫૪,૪૩૦/-
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના I/C પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારધી, પો.સ.ઈ. એચ.સી. ગોહીલ તથા આર.વી.ભીમાણી તથા એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા ભાવેશભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ દવેરા, અરવીંદસીંહ જાડેજા, રસીકભાઈ જમોડ, પો.કોન્સ. ભરતભાઈ ગમારા, શક્તિસિંહ ઝાલા, ઈશીતભાઈ માણાવદરીયા, નિકુંજભાઈ સુતરીયા, મનદીપસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ વિગેરે સ્ટાફ રોકાયેલ હતો
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
