News of Sunday, 1st February 2026
ધોરાજી નગરપાલિકા સંચાલિત કે ઓ શાહ કોલેજમાં કારકુનની ભરતીને લઈ યોજાયેલ પરીક્ષામાં સમય મર્યાદા સહિત મામલે પ્રશ્ન ઉઠ્યા..
પરીક્ષાર્થીઓને કોલ લેટર માં બે કલાકનો સમય દર્શાવવામાં આવેલ જ્યારે પરીક્ષા સ્થળે એક કલાકનો સમય હોવાનું જણાવતા વિદ્યાર્થીઓમાં રોષ: સમય મર્યાદા ની સમસ્યાને લઈ આમ આદમી પાર્ટીના અગ્રણી કોલેજ ખાતે દોડી આવ્યા અને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી સમગ્ર પ્રક્રિયાને ગેરલાયક ઠેરવવા લાગણી કરી હતી

ધોરાજી : ધોરાજી કે ઓ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મ્યુનિસિપાલિટી ધોરાજી દ્વારા સંચાલન કરવામાં આવે છે. નગરપાલિકા સંચાલિત કોલેજમાં બે કારકૂનની ભરતી માટે આજરોજ ઉમેદવારો પરીક્ષા ભરવા માટે આવ્યા હતા ત્યારે પરીક્ષાના સમય ને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ઉઠવા પામ્યો હતો ત્યારે આ મામલે ધોરાજી આમ આદમી પાર્ટીના અગ્રણી અને એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા સ્થળ પર પહોંચી ગયા હતા અને ઉમેદવાર પરીક્ષાર્થીઓ સાથે વાતચીત કરી હતી જેમાં પરીક્ષાર્થીઓએ જણાવેલ કે કોલ લેટર ની અંદર બે કલાકનો પરીક્ષાનું સમય દર્શાવવામાં આવેલ પરંતુ પરીક્ષા ભરતી મેળાએ પરીક્ષકો દ્વારા અમને જણાવવામાં આવેલ કે બે કલાકનો સમય ખોટો લખાયેલો છે હકીકતમાં પરીક્ષા ભરવા માટે એક કલાકનો સમય મળશે.
જેને લઇ વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો ત્યારે વધુ અડધો કલાક જેવો સમય ફાળવવામાં આવ્યો હતો. સમય મર્યાદા ને લઈ ઘણા વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ ગયા હતા રાજકોટ જેતપુર ધોરાજી અને વિવિધ શહેરોમાંથી આવેલા પરીક્ષાર્થીઓએ જણાવેલું હતું કે પરીક્ષા આપવા માટે અમોને પેન સાથે લઈ જવા દેવામાં આવી ન હતી આ ઉપરાંત કાંડા પર પહેરેલી સાદી ઘડિયાળ પણ અંદર લઈ જવા દેવામાં આવી ન હતી અને પરીક્ષા ખંડમાં ઘડિયાળ પણ ન હતી જેથી કેટલો સમય વીત્યો છે અને પરીક્ષાનો કેટલો સમય બાકી છે તે અંગે પણ કોઈ અંદાજ આવતો ન હતો. પરીક્ષા માત્ર ઓપચારિક લેવાતી હોય તેવું લાગી રહ્યું હતું આવો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.
સાથોસાત મળતી વિગતો પ્રમાણે કેમના માર્ગદર્શન હેઠળ અને કેમના અધ્યક્ષ સ્થાને પરીક્ષા લેવામાં આવી રહી હતી એ અંગે પણ વિદ્યાર્થીઓ અવઢવમાં હતા. તો કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટર ને લગતા પ્રશ્નો એક્ઝામ પેપરમાં પૂછવામાં આવ્યા હતા જ્યારે સિલેબસ ની અંદર આ પ્રકારનો કોમ્પ્યુટર ને લગતો અભ્યાસક્રમ જ નથી.
સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના અગ્રણી અરવિંદભાઈ કાપડિયાએ એક્સ પર વિડિયો લાઈવ કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો અને તેમને થયેલ તકલીફો વિશે જણાવ્યું હતું. આ મામલે અરવિંદભાઈ કાપડિયા જણાવેલ કે ગુજરાતમાં વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિઓ થતી હોય છે અને પરીક્ષાઓ રદ કરવામાં ગુજરાત મોખરે છે ત્યારે ભરતી બોર્ડના નિયમો મુજબ નગરપાલિકા સંચાલિત કેવો શાહ કોલેજમાં પરીક્ષા લેવાય છે કે કેમ તેના પર સવાલો ઉઠી રહ્યા છે સમય મર્યાદા ને લઈને પણ વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે આ સમગ્ર પ્રક્રિયા રદ કરી નવેસરથી પરીક્ષા યોજવી જોઈએ.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
