News of Sunday, 1st February 2026
કેન્દ્રીય બજેટ દેશના મધ્યમવર્ગ માટે નિરાશાજનક :બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગમાં પણ નિરાશા :જામનગર શહેર કોંગ્રસે બજેટને વખોડ્યું
ગરીબી,મોંઘવારી,બેરોજગારી સામે લાચાર છે ત્યારે દેશની જનતા સામે ફુલગુલાબી આભાસી જાહેરાતો

જામનગર : જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ કેન્દ્રીય બજેટને સામે સવાલ ઉઠાવતા યાદીમાં જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રીએ યુનિયન બજેટ વર્ષ 2026-27માં દાવો કર્યો છે કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી ઉગાર્યા છે,તો હાલ 80 કરોડ લોકો મફત અનાજ પર કેમ નભે છે ?
દેશનો મોટો વર્ગ હાલ ગરીબી,મોંઘવારી,બેરોજગારી સામે લાચાર છે ત્યારે દેશની જનતા સામે ફુલગુલાબી આભાસી જાહેરાતો બજેટમાં કરી ફરી એકવાર જનતાની કોણીએ ગોળ ચોંટાડી દીધો છે
આ જાહેરાત આધારિત બજેટ છે ,વિદેશ યાત્રા સસ્તી થશે દેશના કેટલા લોકો વિદેશ યાત્રા કરે છે ? ફક્ત ધનીક લોકો . ઉદ્યોગપતિઓ અને બિઝનેશમેનો માટે આ યોજના છે,જયારે નાના રોકાણકારોએ આજે સબ ઇન્કમટેક્સ, એસએસટીમાં વધારા અને શેર બાયબેકમાં ટેક્સ લાદવાથી કરોડો રૂપિયા ગુમાવ્યા છે,
જામનગરને બ્રાસ સિટીની ઓળખને પણ નુકશાની વેઠવી પડી છે,બ્રાસ સ્ક્રેપ-ભંગારમાં ડ્યુટી વધારવાથી બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગમાં પણ નિરાશા વ્યાપી છે આમ ઓલ ઓવર આ બજેટ દેશવાસીઓ માટે સંપૂર્ણ નિરાશાજનક છે તેમ જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ અંતમાં યાદીમાં જણાવ્યું છે
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
