News of Sunday, 1st February 2026
છેલ્લા 25 દિવસથી આખા કોળી સમાજને દોડાવનારને પણ હવે દોડાવવો પડશે: ન્યાય સભામાં ઋષિભારતી બાપુનું મોટું નિવેદન
ભાવનગર શહેરના અક્ષરપાર્ક ખાતે કોળી સમાજ આયોજીત ન્યાય સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે ન્યાય મળ્યા બાદ આજે ભાવનગર શહેરના અક્ષરપાર્ક ખાતે કોળી સમાજ દ્વારા ભવ્ય ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સભાને સમાજનું શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.
ન્યાય સભાને સંબોધિત કરતાં ઋષિભારતી બાપુએ જણાવ્યું કે નવનીત બાલધિયાને ન્યાય મળ્યો છે, પરંતુ છેલ્લા 25 દિવસથી આખા કોળી સમાજને દોડાવનારને પણ હવે દોડાવવો પડશે. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ ફક્ત કોળી સમાજની સભા છે, કોઈ રાજકીય પાર્ટી નથી તમને જણાવી દઈએ કે ન્યાય સભામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 140થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં બોટાદ, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ ન્યાય સભા અને શક્તિ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ન્યાય સભા માત્ર ન્યાયની માંગ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે. આ ન્યાય સભામાં કેટલાક કદાવર નેતાઓની ગેરહાજરીને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિગત અને પૂર્વનિર્ધારિત કાર્યક્રમોના કારણે તેઓ હાજર રહી શક્યા ન હતા. જોકે કોળી સમાજના યુવક નવનીત બાલધિયા હાજર રહ્યા હતા. જૂનાગઢના ઋષિ ભારતી બાપુ હાજર રહ્યા હતા. કોળી સમાજના યુવા આગેવાન કિશન મેર પણ હાજર રહ્યા હતા.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
