News of Monday, 2nd February 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબઃ વાદળા છવાતા ચિંતા
લઘુતમ તાપમાનમાં વધારો થતા લોકોને ર દિવસથી ઠંડીમાં રાહતઃ માવઠાની આગાહીના પગલે ખેડૂતો ચિંતીત

રાજકોટ તા.૨: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબ થઇ ગઇ છે જો કે વાદળા છવાઇ જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આજે ગિરનાર ઉપર ૧૩.૭, નલીયા ૧૨.૫, રાજકોટમાં ૧૭, જામનગરમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જૂનાગઢના સવારના તાપમાનમાં ૨.૮ ડિગ્રીનો વધારો થતા ગિરનાર પર ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતુ.
જુનાગઢ શહેરના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ગઈકાલે બપોરે જુનાગઢનું લઘુતમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે ૧૫.૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન વધીને ૩૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દરમિયાન આજે સવારે લઘુતમ તાપમાન ૨.૮ ડીગ્રી વધી જતા ગિરનાર પર ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતું તેના પરિણામે પર્વતીય વિસ્તારમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી.
ગિરનારની સાથે સાથે જૂનાગઢનું સવારનું તાપમાન પણ વધીને ૧૮.૭ ડીગ્રી નોંધાતા સવારથી ગરમી અનુભવાય હતી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૪૪ ટકા થઈ ગયું હતું ત્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૭ કિલોમીટરની રહી હતી. આગામી દિવસોમાં પણ સવારે અને બપોરે તાપમાનનો પારો ચડ ઉતર રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહતમ તાપમાન ૨૮.૫, ભેજનું પ્રમાણ ૬૪%, પવનની ગતિ ૪ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે. આજે લઘુતમ તાપમાન વધીને ૨૦ ડીગ્રી એ પહોંચતા શિયાળુ ઠંડી જાણે ગાયબ થઈ જતી હોય તેવો માહોલ રચાયો છે. આજે સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ની ઝડપ ૧૨ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
