News of Monday, 2nd February 2026
હજુ આજે પણ ઠંડી ઘટેલી રહેશેઃ સ્કાયમેટ
એક બાદ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે કાશ્મિર આસપાસ વરસી ને આગળ પસાર થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર :.. નજીક નજીકના બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૈકી એક પસાર થઇ ગયા બાદ તેની પાછળનું બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મિર સહિત ઉતરના કેટલાક રાજયોમાં વરસીને આવતીકાલે આગળ નીકળી જશે. ડબલ્યુડીની નીચે સાયકલોનિક હળવી સિસ્ટમ સક્રિય રહેતી હોઇ, એ કારણે ઉત્તર ના ઠંડા પવનો રાજસ્થાન થઇ ગુજરાત સુધી વહેતા હોય છે તે અટકે છે. બલ્કે હાલ અરબ સાગરના પવનો ગુજરાત થઇ ડબલ્યુડી તરફ ભળી રહ્યા છે. અરબ સાગરના પવનો ભેજવાળા હોઇ, રાજયમાં ઠંડી ઘટે છે પણ સવારના ભાગે આછા વાદળોનું આવરણ તો કયાંક સવારે ધુમ્મસ જોવા મળી રહ્યા છે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે ગુજરાતમાં હજુ આજે પણ ઠંડી ઘટેલી રહેશે. પણ ડબલ્યુડીના પસાર થવા બાદ, પવનોની દિશા બદલાયે તાપમાન ફરી નીચા જશે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
