<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો; શોધખોળ : જુઓ વિડિયો

સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ બસમાં આગ ચાંપીને જતો રહ્યો હોય, તેવા ફૂટેજ સામે આવ્યા બાદ બસ માલિકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨ :  જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત ૨૪મી જાન્યુઆરી ના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવ બાદ નજીકના સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ બસમાં આગ ચાંપીને જતો રહ્યો હોય,  તેવા ફૂટેજ સામે આવ્યા બાદ બસ માલિકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જેને પોલીસ શોધી રહી છે.

 જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત ૨૪મી જાન્યુઆરી ના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ આગને બુઝાવી હતી.

 બસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ ડોબરીયા કે જેઓએ જે તે વખતે પોલીસને જાણ કરી હતી. જેઓએ કોઈ વ્યક્તિ દ્વારા બસને આગ લગાવી દેવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

દરમ્યાન જે સ્થળે બસ પાર્ક કરી હતી, તે સ્થળે લગાવવામાં આવેલા એક કારખાના ના સીસીટીવી કેમેરામાં રાત્રિના ૧૧.૩૦ વાગ્યા આસપાસ એક વ્યક્તિ બસ પાસે આવ્યો હતો, અને આંગ ચાંપીને ચૂપચાપ ચાલ્યો ગયો હતો. 

જે ફૂટેજ ના આધારે બસ માલિક નિશાંત ડોબરીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં પોતાની રૂપિયા ૧૬ લાખની કિંમતની બસ સળગાવી નાખવા અંગેની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 પોલીસે આ મામલામાં સીસીટીવી નું ફૂટેજ કબજે કર્યું છે, જેમાં એક અજાણ્યો શખ્સ રાત્રિના સમયે પગપાળા ચાલીને આવ્યો હતો, અને બસની બારીનો કાચ તોડીને અંદર ઘૂસ્યો હતો. તે દ્રશ્ય કેદ થયું છે. ત્યારબાદ બસની અંદર આગ ચાપી તેમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. જેના ફૂટેજ અને અન્ય આસપાસના સીસીટીવી કેમેરાઓના વર્ણનના આધારે પોલીસ ટુકડી બસ સળગાવનારને શોધી રહી છે.

(12:24 PM IST)