<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

જેતપુરમાં એમ જી રોડ ઉપર ગુજરીનો ટ્રાફિક સમસ્‍યા સર્જતો હોય પોલીસે સરાહનીય કામગીરી કરી

 

જેતપુર તા. રઃ શહેરની ભૌગોલિક સ્‍થિતિ ના કારણે અવાર નવાર ટ્રાફિક જામ ની પરિસ્‍થિતિ સર્જાય છે તેમાં પણ એમ જી રોડ, સ્‍ટેન્‍ડચોક માં સામાન્‍ય બની ગયું છે. પરંતુ હાલ એમ જી રોડ નવો બનાવવામાં આવ્‍યો હોય રોડ પરના તમામ દબાણો હટી જતા રોડ ની વાસ્‍તવિક પહોળાઇ ખબર પડી હતી.

આ રોડ ઉપર દર રવિવારે ગુજરી ભરાતી હોય તે લોકો રોડ ઉપર બેફામ પથારા પાથરી બેસી જતા હોય વસ્‍તુ લેવા આવનારા પોતાના વાહનો રોડ ઉપર આડેધડ રાખી દે છે જેના કારણે આ રોડ પરથી હવેલી, સ્‍વામિનારાયણ મંદિરે જવાતું હોય મોટી ઉંમરના લોકો ને તેમજ વેપારીઓ ને પારાવાર મુશ્‍કેલી નો સામનો કરવો પડે છે. તેમજ ઇમરજન્‍સી માં ૧૦૮ પણ સરળતાથી નીકળી ન શકતી હોય

આ પ્રશ્‍ને ચેમ્‍બર્સ ઓફ કોમર્સ દ્વારા શહેર પોલીસે ને રજૂઆત કરતા સીટી પીઆઈ એ ડી પરમારે સ્‍ટાફ સાથે આ પરિસ્‍થિતિ નો હલ લાવવા તમામ લોકો ને હટાવતા તેની કામગીરી ની લોકોમાં સરાહના થઈ રહી છે.

રવિવારે ભરાતી આ ગુજરી જો મેઈન રોડના બદલે કોઈ ખુલ્લા મેદાનમાં કે ટ્રાફિક ની સમસ્‍યા ન થાય ત્‍યાં બેસે તો ટ્રાફિક નો પ્રશ્‍ન હલ થઈ જાય ઉપરાંત લોકોમાં એવું પણ ચર્ચાય રહ્યું છે કે ટ્રાફિકની સમસ્‍યા કાયમ હલ થાય તે માટે પોલીસે જે રવિવારે કામગીરી કરી તે દરરોજ કરે જેથી જે વેપારીઓ પોતાનો સામાન રોડ ઉપર ખડકી દે છે કે ભાડું લઈ ને રેકડી વાળા ને ઊભા રહેવા દે છે તેનો નિકાલ આવે.

(1:44 PM IST)