News of Monday, 2nd February 2026
જામનગરના બેડીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને 1,.40 લાખથી વધુના મુદામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા
વાલસુરા રોડ હાલાર સોલ્ટ પાછળ બેડીખાતે ગોળ કુંડાળું વળીને જુગાર રમતા પતાપ્રેમીઓને ઝડપી લીધા

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તિભાનાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય. જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ. લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ.એમ.વી.ભાટીયા સ્ટાફના માણસો જામનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા ભરતભાઇ ડાંગર તથા મયુદિનભાઇ સૈયદને મળેલ ખાનગી હકિકત આધારે વાલસુરા રોડ હાલાર સોલ્ટ પાછળ બેડી જામનગર ખાતે જાહેરમાં અમુક માણસો ગોળ કુડાળુ વળી ગંજીપતાના પાના વડે માંગપાનુ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂપીયા ૩૫,૧૦૦/-તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ. ૦0/00 તથા બે મો.સા.કિ.રૂ.૧,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૧,૪૦,૧૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી શખ્શો વિરૂધ્ધ પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. ઘનશ્યામભાઈ ડેરવાળીયાએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) હુશેનભાઇ એલીયાસભાઈ કમોરા વાઘેર (ઉંમર વર્ષ 30) ધંધો મજુરી( રહે.ઇદ મસ્જીદ રોડ બેડી જામનગર)
(૨) બીલાલભાઇ ઉર્ફ સલીમભાઈ કરીમભાઈ જેઠા મીયાણા (ઉંમર વર્ષ 30 )ધંધો મજુરી (રહે.ગરીબનગર જામનગર)
(૩) નવાજભાઇ કાસમભાઈ સુંભાણીયા જાતે વાઘેર (ઉંમર વર્ષ ૨૪) ધંધો મજૂરી (રહેવાસી ચાંદનીચોક બેડી જામનગર)
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સઇ.સી.એમ કાટેલીયા તથા પો.સ.ઇ એમ વી.ભારીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઈ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, યુવરાજસિંહ ઝાલા, અજયભાઈ વિરડા, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભથપાલસિંહ જાડેજા સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, ધમેન્દ્રસિંહ જાડેજા દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
