<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

માળિયા(મિ): માળિયા (મિયાણા)ની મુખ્ય બજારમાં લોકો સ્વયંભૂ સફાઈ કરવા મજબૂર.

દૈનિક સાફ-સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયા : વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા (મિયાણા) નગરપાલિકા વિસ્તારની મુખ્ય બજારમાં દૈનિક સાફ-સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયા છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીથી પરેશાન શાકભાજીના વેપારીઓ તેમજ ચાની લારી ધારકો કંટાળીને પોતાના ધંધાના સ્થળની આસપાસ જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે

(1:03 AM IST)