<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

લગ્નપ્રસંગ માટે ઘર પાસેના પ્‍લોટની સફાઇ મામલે નગરપીપળીયામાં યુવાન પર હુમલો

મારામારીમાં ઘાયલ થનારા નરેન્‍દ્રસિંહના માર્ચ મહિનામાં લગ્ન છેઃ કુટુંબી ભાભુ, ભાઇ સહિતે ધોકાથી મારકુટ કરીઃ રાજકોટ સારવારમાં

 

રાજકોટ તા. ૩: લોધીકા તાબેના નગરપીપળીયા ગામે યુવાન પર તેના જ કુટુંબી ભાભુ, ભાઇ, ભાઇના પત્‍નિ સહિતે ધોકાથી હુમલો કરી ઢીકાપાટુનો માર પણ મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં લોધીકા પોલીસને જાણ કરાઇ છે. આ યુવાનના આગામી માર્ચ મહિનામાં લગ્ન હોઇ ઘરની બાજુનો પ્‍લોટ જે તે માલિકને પુછીને તેની સાફસફાઇ કરાવતો હતો ત્‍યારે કુટુંબીઓએ વાંધો ઉઠાવી માથાકુટ કર્યાનું જણાવાયું હતું.

જાણવા મળ્‍યા મુજબ નગરપીપળીયામાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં નરેન્‍દ્રસિંહ સજુભા પરમાર (ઉ.વ.૩૦) પર ઘર પાસે જ રહેતાં તેના કુટુંબી ભાભુ મનુબા, તેમના દિકરા હરદિપસિં અને હરદિપસિંહના પત્‍નિ ગોપીબાએ હુમલો કરી ઢીકાપાટુ અને ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ દાખલ થતાં લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

નરેન્‍દ્રસિંહે જણાવ્‍યું હતું કે તેના અવાતા માર્ચ મહિનામાં લગ્ન હોઇ ઘર પાસે એક પ્‍લોટ ખાલી પડયો છે. લગ્નમાં ઉપયોગ કરવા આ પ્‍લોટના માલિકને પૃછા કર્યા બાદ તેની સાફસફાઇ કરાવતાં હતાં ત્‍યારે કુટુંબી સગાએ અહિ શું કામ સફાઇ કરાવો છો? કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(10:53 AM IST)