<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ભાવનગરમાં ૧૮૧ ટીમે આત્‍મહત્‍યા કરવા જતી મહિલાનો જીવ બચાવ્‍યો

ભાવનગર તા.૩: ૧૮૧ મહિલા હેલ્‍પ લાઇન મહિલાની સુરક્ષા અને ન્‍યાય માટે ૨૪ કલાક કાર્યરત છે ત્‍યારે પાલીતાણામાં આત્‍મહત્‍યા કરવા જતી મહિલાને નવજીવન આપ્‍યું હતું.

૧૧૨ જનરક્ષક હેલ્‍પલાઇન માંથી ૧૮૧ મહિલા હેલ્‍પ લાઈનમાં કોલ ટ્રાન્‍સફર કરવામાં આવેલો હતો મહિલા માનસિક તણાવ માં આત્‍મહત્‍યા કરવાનો વિચારી રહ્યા છે ગંભીરતા સમજી પાલીતાણા અભયમ ટીમ તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી હતી.

અભયમ ટીમના કાઉન્‍સેલરને કાઉન્‍સેલિંગ દ્વારા જાણવા મળ્‍યું હતું કે પીડિતા લાંબા સમયથી માનસિક રીતે ભાંગી પડ્‍યા હતા. તને એવું લાગતું હતું કે તેમના નિર્ણયને ઘરમાં કોઈ મુલ્‍ય નથી. જીવન નકામું હોવાને નિરાશા સાથે શું કરે છે? આત્‍મહત્‍યા કરવાના ઇરાદે નીકળી ગયા હતા

ટીમે ધીરજપૂર્વક પીડિતાનું કુછળ કાઉન્‍સિલિંગ કર્યું. તમને સમજાવ્‍યું કે માનવજીવન અમૂલ્‍ય છે મુશ્‍કેલીઓનો અંત આત્‍મહત્‍યા નથી, કાઉન્‍સિલિંગ ના અંતે મહિલાને નવજીવન જીવવાની ચેતના જાગી તેમને પોતાનો આત્‍મહત્‍યા કરવાનો વિચાર માંડી વાળ્‍યો હતો. અગાઉ પણ મહિલા ઘરેથી નીકળી ગયા હતા

કાઉન્‍સેલિંગ દરમ્‍યાન પીડિતા એ પોતાના પરિવાર વિશે માહિતી આપી હતી. તપાસ કરતા માલુમ પડ્‍યું કે સારી ન હોય તેથી તેને દવાઓ પણ ચાલી રહી હતી.

અભયમ  ટીમે પીડિતાના પતિ અને  પરિવારને બોલાવીએ પીડિતાની લાગણીઓનું ધ્‍યાન રાખવા સૂચન કર્યું,માનસિક સ્‍વાસ્‍થ્‍ય બાબતે વધુ કાળજી લેવા સમજાવ્‍યા,સુખદ સમાધાન બાદ મહિલા ને હેમખેમ પરિવારને સોંપ્‍યા.આમ, ૧૮૧ અભ્‍યમ  ટીમ ની સમય સૂચકતા અને અસરકારક કાઉન્‍સેલિંગના કારણે એક હસતું રમતું પરિવાર વિખેરાતા બચી ગયું.

(11:07 AM IST)