તા. ૨ ઓક્ટોબર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૫, બુધવાર
ચોમાસાએ રંગ રાખ્યો : દિલ ગાર્ડન-ગાર્ડન હો ગયે : ચાલુ સિઝનમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : ૭.૬ ટકા વધુ વરસાદ નોંધાયો : દેશભરમાં ૯૩૪.૮ મીમી વરસાદ : જે સામાન્ય કરતા ૧૦૭.૬ વધુ : મધ્ય ભારતમાં ૧૯ ટકા તો ઉત્તર-પશ્ચિમમાં ૭ ટકા વધુ : હવામાનને કારણે ૧૯૪૨ લોકોના મોત જેમાં ૮૯૫ના મોત પૂર-વરસાદને કારણે10:25 AM IST
સોમનાથ મંદિર આસપાસ બુલડોઝર કાર્યવાહીનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ : પટણી મુસ્લિમ સમાજ સુપ્રીમ કોર્ટ પહોંચ્યોઃ કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ : સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ગુજરાતના ગીર સોમનાથમાં સદીઓ જૂની મસ્જિદ, મકબરા અને મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા9:42 AM IST
મહારાષ્ટ્રના નાગપુરના મોવડમા એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપધાત : ચારેના મૃતદેહો ઘરની અંદર લટકતા જોવા મળ્યા : છેતરપિંડીના કેસમાં પુત્રની ધરપકડને કારણે પરિવાર તણાવમાં હતો : પ્રવીણ ગિરાસેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી : જ્યારે તેની પત્ની અને બે બાળકોના મોત ઝેરી પદાર્થ ખાઈને થયા : પરિવારે શા માટે આ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી2:42 PM IST
જન સુરાજ આજથી બન્યો રાજકીય પક્ષ : પ્રશાંત કિશોરની જાહેરાત : લોકોને રસપ્રદ પ્રશ્ન પૂછ્યો : આગામી વિધાનસભાની ચૂંટણીમાં જનસુરાજ પાર્ટી અન્ય પક્ષોને પડકાર આપી શકે : બિહારની રાજનીતિ આજથી જન સૂરાજ અભિયાન, એક રાજકીય પક્ષમાં પરિવર્તિત થઈ ગયું : પ્રશાંત કિશોર તેના આર્કિટેક્ટ છે પરંતુ હાલમાં તેમણે કોઈ પદ લીધું નહી5:44 PM IST
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલી બદલાની આગ હવે વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ તેવી શક્યતા : ગાઝા, હિઝબોલ્લાહ અને હુથિઓ પરના હુમલાઓથી આઘાત પામેલા ઈરાને હવે ઈઝરાયેલ પર મિસાઈલો છોડવાનું શરૂ કર્યું : 90 લાખ ભારતીયોના જીવ જોખમમાં, મોદીને યાદ કરો, શું ફરી થશે યુક્રેન યુદ્ધનો ચમત્કાર? : અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે અમેરિકા ચૂપ નહીં રહે,આવી સ્થિતિમાં આ યુદ્ધ બહેરીન, કુવૈત, ઈરાક, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત સહિત તમામ ખાડી દેશોને લપેટમાં આવે તેવી શક્યતા4:51 PM IST
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાકને 20 ટકા નુકસાન, પરંતુ ખેડૂતોને વળતર નહીં મળે : પૂરને કારણે 9 લોકો, 79 પ્રાણીઓના મોત અને 474 મકાનોને નુકસાન થયું હતુ તેમને 1.40 કરોડ રૂપિયાની આર્થિક સહાય મળશે : મધ્યપ્રદેશના મોરેનામાં બાજરીના પાકને ભારે નુકસાન થયું છે : ખેડૂતોને વીમામાંથી રાહત મળવાની આશા છે :ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે સર્વે થઈ શકે તેવી સ્થિતિ નથી4:42 PM IST
સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં ફેરફાર : બાળકીનું ખાતું તેના માતા-પિતા અથવા અન્ય કોઈ સંબંધી દ્વારા ખોલવામાં આવ્યું હોય તો આવા ખાતાઓ કાનૂની વાલીના નામે ટ્રાન્સફર કરવાના રહેશે, અન્યથા આવા ખાતા બંધ કરી દેવામાં આવશે : જો કોઈ વ્યક્તિ એક જ દીકરીના નામે બે ખાતા ખોલાવશે તો તે ખાતું પણ બંધ થઈ જશે : સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, માતા-પિતા તેમના ખાતા ખોલાવીને તેમની પુત્રીઓ માટે સારી રકમનું ભંડોળ બનાવી શકે છે4:16 PM IST
સ્વચ્છ ભારત અભિયાન વિશ્વનું સૌથી સફળ જન આંદોલન બન્યું છે , વિકસિત ભારત'ની યાત્રામાં દરેક પ્રયાસ 'સ્વચ્છતાથી સમૃદ્ધિ'ના મંત્રને મજબૂત કરશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : સ્વચ્છતા પ્રત્યેક નાગરિકના જીવનનો અભિન્ન અંગ બનાવીને ભાવિ પેઢી સુધી આ મૂલ્યનો સંચાર કરવા સ્વચ્છ ભારત અભિયાનના પ્રારંભના 10 વર્ષ પૂરા થવાના અવસર પર વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં રૂ. 9,600 કરોડથી વધુના ખર્ચના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે અપીલ3:09 PM IST
દિલ્હી પોલીસે ઝડપ્યું 2000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઇન : 4 લોકોની ધરપકડ : આરોપી આંધ્રપ્રદેશ અને ઓડીશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા'તા : પકડાયેલા દાણચોરો મોટા રહસ્યો ખોલશે : ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે પોલીસને આશંકા : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હાલમાં નાર્કો-ટેરર એંગલની તપાસ કરી રહી છે : મોટા કડાકા ભડાકા થવાની શક્યતા3:19 PM IST
યાત્રિગણ કૃપીયા ધ્યાન દે :નર્મદા એક્સપ્રેસ, ભોપાલ-બિલાસપુર એક્સપ્રેસ સહિત 22 ટ્રેનો રદ : નવરાત્રિ દરમિયાન છત્તીસગઢ અને લખનૌ જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે:રેલવેએ આ દિશામાં જતી ઘણી ટ્રેનો રદ કરી:બિરસિંહપુર રેલ્વે સ્ટેશન પર ત્રીજી લાઈન માટે યાર્ડ રીમોડેલિંગનું કામ ચાલતું હોવાથી આ દિશામાં જતી 22 ટ્રેનોને અસર થઈ 1:30 PM IST
લાલ બહાદુર શાસ્ત્રીની સાદગી:એક અધિકારી સાથે આવ્યા અને રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું : પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની આજે જન્મજયંતિ:1955માં તેઓ કેન્દ્રીય રેલવે અને પરિવહન મંત્રી હતા, ત્યારે ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચ્યા હતા:તેમની સાથે માત્ર એક અધિકારી હતા તેમણે ઉજ્જૈન-દેવાસ-ઈન્દોર રેલ લાઇનનું ઉદ્ઘાટન કર્યું.1:19 PM IST
રાજસ્થાનમાં 12મું પાસ થઈને બની રહ્યા છે ડોક્ટર : 30થી 50 લાખની લાંચ આપીને કરાવ્યું રજિસ્ટ્રેશન : 'બાબા'ના ખુલાસાથી ચકચાર : રાજસ્થાન મેડિકલ કાઉન્સિલ પર કિરોરી લાલ મીણાનો મોટો ખુલાસો : સપ્તાહ પહેલા મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી હતી : મેડિકલ મિનિસ્ટરે કાઉન્સિલના રજિસ્ટ્રાર સહિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા12:28 PM IST
અયોધ્યામાં રામલલા મંદિરમાં વધુ એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ: પીએમ મોદીની હાજરીમાં બૉલીવુડ કલાકારો રામલીલા ભજવશે : રજા મુરાદ રાવણના રોલમાં, રાકેશ બેદી રાજા જનકની ભૂમિકા ભજવશે : 42થી વધુ ફિલ્મી હસ્તીઓ રામલીલા ભજવશે :યાદીમાં ભાજપના સાંસદ મનોજ તિવારી સહિત લોક ગાયિકા માલિની અવસ્થી સહિત અનેક નામ સામેલ11:12 PM IST
ઈરાનનો મિસાઈલ હુમલો સમાપ્ત :નાગરિકો હવે બંકરો-આશ્રય સ્થાનોમાંથી બહાર નીકળી શકે : મોડીરાત્રે ઇઝરાયેલ સેનાની જાહેરાત : જુઓ વિડિઓ : ઈરાની બેલેસ્ટિક મિસાઈલ એટેકમાં ઈઝરાયેલના ગેડેરામાં આવેલ શાળાને ભારે નુકસાન : ઈરાને 400 થી વધુ બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા તેમાંના ૯૦ % મિસાઈલોને ઇઝરાયલે હવામાં જ ફુંકી માર્યાના અહેવાલો11:49 PM IST
.jpg)
હર્ષોઉલ્લાસ......

સ્વચ્છતા અભિયાન.....

વેલકોમ નવરાત્રી.....

ઝપાઝપી.....

બે યાર......
અકિલા સોશ્યિલ મીડિયામાનવતા અને વિશ્વ કલ્યાણ માટે 'સત્ય' અને 'અહિંસા'નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે : વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને 'ગાંધી વિચાર'ની તરસ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી : વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે : ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી : અનેકવિધ કાર્યક્રમોનું આયોજન : ગાંધી જયંતી સમારોહમાં ગાંધી પ્રિય ભજનોની પ્રસ્તુતિ : બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ : પૂ. મહાત્માને મળેલા માનપત્રો અને પ્રશસ્તિ પત્રોના કાયમી પ્રદર્શનનું ઉદ્ઘાટન : જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરીનો શુભારંભ : કન્યા છાત્રાલય પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન*4:07 PM IST
રાજપીપળા ઓવારા કરજણ નદીમાં અનેકવાર મચ્છી મારવા ફોડાતા ટોટાથી રામગઢ બ્રિજ ને નુકશાન થયું .?! : ઘણીવાર ગેરકાયદેસર મોટી જાળ નાંખી મચ્છીને પકડવાના વેપલા સાથે કેટલીક જગ્યા પર ટોટા ફોડી મચ્છી મારવામાં આવતી હોવાની બૂમ: ભૂતકાળમાં મત્સ્ય વિભાગે આ બાબતે ચેકીંગ પણ કર્યું હતું પરંતુ મચ્છી મારનાર છટકી ગયા હતા11:29 PM IST
નર્મદાના સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ-ઉપસરપંચ વચ્ચેનો વિવાદ વકર્યો: ઉપસરપંચ બાદ 2 સભ્યોના પણ રાજીનામા : આ રાજીનામાંને પગલે સાગબારા અને સેલંબા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનુ નિર્માણ :અમને સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મહીલા સરપંચે રાજીનામા સ્વીકારવાની ના પાડી એટલે કોઈના રાજીનામા સ્વીકાર્યા નથી: જગદીશ જાદવ, તલાટી સેલંબા11:22 PM IST
GMDC-અમદાવાદ ખાતે કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪’નો શુભારંભ કરાશે : વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં છેલ્લા બે વર્ષમાં મુલાકાતીઓની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી ઉપસ્થિત રહેશે : નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪'ના ઉદઘાટન સમારોહ દરમિયાન 'જય માં આદ્યાશક્તિ'ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે : તા. ૪ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્યાથી ૧૧.૪૫ કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે12:16 PM IST
કાલે અમદાવાદમાં અમિતભાઇ-ભૂપેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટીવલ-ર૦ર૪નો પ્રારંભ : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ગળહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી ઉપસ્થિત રહેશે : નવરાત્રી ફેસ્ટિવલ-૨૦૨૪ના ઉદઘાટન સમારોહ દરમિયાન જય માં આદ્યાશક્તિની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કળતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે : તા. ૪ થી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્યાથી ૧૧.૪૫ કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે3:19 PM IST
ટ્વીટર,ફેસબૂક અને વોટ્સએપ પર કોમી તોફાનો ફેલાય તેવી પોસ્ટ મૂકનારની આખી કુંડળી કાઢતું સોફ્ટવેર કાલથી કાર્યરત : સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન કેન્દ્રમાં રાખી નવરાત્રી અંગે ગૃહ મંત્રીના નિવેદનનને સોશ્યલ મીડિયા પર કોઈ વિકળત ભેજા ગૂંચવણો ફેલાઇ તે રીતે રજૂ ન કરે તે માટે જબરજસ્ત પ્લાનિંગ અમિતભાઈ દ્વારા અમદાવાદથી શુભારંભ... સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરી અને શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં જબ્બરદસ્ત તૈયારીઓ પૂણ5:06 PM IST
કોંગ્રેસના આગેવાનોએ રૂપાણીની બિનશરતી માફી માંગતા કેસ પરત ખેંચવા કોર્ટમાં અરજી : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટમાં થયેલ બદનક્ષીના કેસમાં પૂર્ણવિરામ... કોંગ્રેસના ચાર આગેવાનોમાંથી સી.જે.ચાવડા ભાજપમાં ભળી જઇને ચૂંટણી પણ જીત્યા છે : કોંગ્રેસી આગેવાનો દ્વારા બિનશરતી માફી માંગતા રૂપાણીના એડવોકેટ અંશ ભારદ્વાજ દ્વારા કેસ પરત ખેંચવા કોર્ટમાં પુરશીષ રજૂ કરી11:57 AM IST
આનંદનગરમાં નામચીન કાના ઉર્ફ ટિકીટની વધુ એક વાર ગુંડાગીરીઃ છરાથી ગળુ કાપી નાખવાની ધમકી દીધી : રાતે કાનો બૂલેટના સાયલેન્સરમાંથી ફટાકડાના અવાજ કરી લોકોને હેરાન કરતો હોઇ અશોકભાઇ ગઢવીએ આવુ ન કરવા સમજાવતાં ગાળો દઇ ધમકાવ્યાની ફરિયાદઃ થોડા દિવસ પહેલા પણ કાના અને તેના ભાઇ સહિતનાએ કોર્ટ કેસમાં સમાધાન કરવાનું કહી ધમાલ મચાવી હતી2:42 PM IST
શહેરની ૧૪૦ થી વધુ શાળા-હોસ્પીટલોના ડોમને ફાયર એનઓસી નહીં મળેઃ મનપાનો નિર્ણય : ઇમ્પેકટનો લાભ લઇ ડોમના બાંધકામને કાયદેસર કરાવી લેનાર મિલ્કતો ઉપર તવાઇ : ડોમ માટે નિયત નિયમ મુજબ માચડો ખુલ્લો રાખવાનો હોય છેઃ પેક કરી રૂમ-લેબોરેટરી તરીકે ઉપયોગ ગેરકાયદેઃ સેલરમાં પણ રપ ટકાથી વધુ બાંધકામ તોડવું પડશે4:39 PM IST
નવેનવા બેરલોની અંદર દારૂનો જથ્થો છુપાવી રાજસ્થાનથી રાજકોટ આવેલા બે પકડાયા : જુઓ વિડિયો : એક બેરલની અંદર બીજુ, બીજાની અંદર ત્રીજુ અને તેની અંદર ત્રણ-ત્રણ પેટી છુપાવી'તી! : પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયાની ટીમે કુવાડવા રોડ ડી માર્ટ સામેથી બોલેરો પકડીઃ રૂા. ૫.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 4:40 PM IST
દાણાપીઠ કે રોગચાળા ઉદ્દગમ સ્થાન!2:43 PM IST
નવરાત્રીમાં ૧૫૦૦ પોલીસ સ્ટાફ જાળવશે બંદોબસ્ત : ૪૫૭ પ્રાચીન ગરબીઓ, ૧૬ અર્વાચીન રાસોત્સવમાં પોલીસનું સતત રહેશે પેટ્રોલીંગ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનરનાી રાહબરીમાં ત્રણ ડીસીપી બંદોબસ્તની જવાબદારી અને એક ડીસીપી ટ્રાફિકની વ્યવસ્થા સંભાળશેઃ તમામ પીઆઇ તેમની ટીમો સાથે વિસ્તારમાં સાંજે આઠથી જ પેટ્રોલીંગ શરૂ કરશે4:20 PM IST
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ કાલથી ધમાકેદાર પ્રારંભઃ ધ્રુબાંગ...ધ્રુબાંગ : ફુલ ફલેજડ તૈયારી સાથે રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ સજ્જ : પ્રથમ નોરતે ઢોલ ઢબુકતાની સાથે જ ખેલૈયાઓ પણ રાસ-ગરબાની રમઝટ બોલાવવા આતુરઃ વિજેતા બનવા માટે પણ ખરાખરીનો જંગ જામશેઃ કોઇક લાખેણા ઇનામો મેળવવા માટે, તો કોઇક ફેમિલી સાથે માત્ર એન્જોય કરવા રાસ-ગરબામાં જોડાશેઃ સંપૂર્ણ પારિવારીક વાતાવરણમાં માતાજીની આરાધના થશે : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના આકર્ષક ઇનામો રોજેરોજ અપાશેઃ મેગા ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮ તોલા સોનું બાઇક, એકટીવા, ટી. વી., લેપટોપ, મોબાઇલ, હોમથીયેટર સહિતના લાખેણા ઇનામોઃ તટસ્થ, જાણકાર અને અનુભવી નિર્ણાયકોની ટીમ પણ તૈયાર : ગાયક કલાકારો, ઓર્કેસ્ટ્રા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, કોરસ સીંગર્સ ટીમ, એન્કર, ડ્રમર વિગેરે ખેલૈયાઓ તથા લોકોને રીતસર આંજી દેશે : તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ,રાજકોટ ખાતે રઘુવંશી ખેલૈયાઓ પૂરબહારમાં ખીલી ઉઠશે * લોહાણા મહાજન પ્રમુખ રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ - ટીમ દ્વારા તૈયારીને આખરી ઓપઃ છેલ્લી ઘડીની સતત દોડધામ 2:54 PM IST
સમગ્ર દેશવાસીઓએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવ્યુઃ નરેન્દ્રભાઇ : રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે ‘સ્વચ્છ ભારત દિવસ' ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો : વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયુઃ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા સાંસદ પરસોતમભાઇ રૂપાલાની ખાસ ઉપસ્થિતિ4:31 PM IST
સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરીઃ રાઘવજીભાઇ : મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ' ઉજવાયોઃ સાંસદશ્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિઃ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા : દિલ્હીથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધનમાં વર્ચ્યુઅલી જોડાતા મહાનુભાવો અને રાજકોટવાસીઓ3:45 PM IST
શ્રી ધારેશ્વર મંદિરે અર્ધશતાબ્દી નવરાત્રી2:52 PM IST
કચ્છના ભચાઉના કટારીયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : હળવદ તાલુકાના ખાખરેચી ગામના કોળી પરિવારના ત્રણ વ્યક્તિના મોત :૧૦ થી ૧૨ ને ઈજા : માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો. ત્યાંથી પરત ફરતા આ સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો : અકસ્માતના પગલે હાઇવે પર મરણચીસો ગૂંજી ઉઠી : પાંચ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડાયા3:56 PM IST
ગાંધીજીના સફાઇ - ગ્રામીણ ઉત્થાનના મંત્રને આજે આગળ વધાર્યો : ભૂપેન્દ્રભાઇ : પોરબંદરમાં કીર્તિ મંદિરે ગાંધી જયંતીએ પુષ્પાંજલી બાદ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીનું સંબોધન : વર્તમાન સમયમાં શાંતિના સમાધાન માટે ગાંધી વિચારો ઉપયોગી : ડો. મનસુખભાઇ : ગાંધી જયંતીએ સુદામા ચોકમાં સફાઇ શ્રમદાન યજ્ઞ : કમલાબાગમાં વ્યાયામ શાળાનું લોકાર્પણ10:59 AM IST
બોટાદ પાસે ટ્રેન ઉથલાવીને લૂંટનું કારસ્તાન કરનાર રમેશ સલીયા-જયેશ બાવળીયાના રિમાન્ડની તજવીજ : ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન ટ્રેનના પાટાની વચ્ચે ૪ ફૂટનો લોખંડનો સળિયો પાટા વચ્ચે ખોસી દીધો હતો ટ્રેનના એન્જિન સાથે ટુકડો અથડાતા ટ્રેન ઊભી રહી ગઇ હતી અને અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા3:52 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
બુમરાહ બન્યો વિશ્વનો નંબર વન બોલર : જયસ્વાલ અને કોહલીની ટેસ્ટ રેન્કિંગમાં છલાંગ : ICC એ ભારતીય ટીમની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી બાદ તાજેતરની રેન્કિંગ જાહેર કરી : ઋષભ પંત લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરતાની સાથે જ છઠ્ઠા ક્રમે આવી ગયો હતો પરંતુ તેની રેન્કિંગમાં પણ ઘટાડો થયો પંત ત્રણ સ્થાન ઘટીને નવમા સ્થાને આવી ગયો4:50 PM IST
'રવિ શાસ્ત્રીએ મારી ટેસ્ટ કરિયર બનાવી...', બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ બાદ રોહિત શર્માએ ભારતના પૂર્વ હેડ કોચ પર વિસ્ફોટક ખુલાસો કર્યો : રવિ શાસ્ત્રી મને ઓપનર બનાવવા માટે ખૂબ જ ઉત્સુક હતા. તેણે મને વર્ષ 2015માં કહ્યું હતું કે મારે આ વિકલ્પ પર કામ કરવું જોઈએ : રોહિત શર્માએ શાસ્ત્રીની સલાહ માની લીધી હતી5:50 PM IST
ભારત 2025માં ખો-ખો વર્લ્ડ કપની કરશે યજમાની5:51 PM IST
ચાઇના ઓપનમાં સિનરનો ટાઇટલ મેચ અલ્કારાજ સાથે5:52 PM IST
રાજકોટના એડવોકેટ ધીરજ બી. સખીયાનો આજે જન્મ દિવસ11:51 AM IST





















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































