તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 3rd February 2026
મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત પડધરી પણ સ્માર્ટ વિલેજ બનશે
ભુપેન્દ્રભાઇ પટેલનો નિર્ણય સરપંચ ડો. વિજય પરમારની આગેવાનીમાં વિકાસકાર્યો વેગવંતા થશે

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૩: ગુજરાત રાજયમાં પંચાયતી રાજને સુદ્રઢ કરવા તેમજ વિકાસની યાત્રામાં ગતિ લાવવા તેમજ ગામનો સર્વાગી વિકાસ અને સ્વચ્છતાને નવી દિશા આપવાના હેતુસર ગ્રામ જનસમુદાય પણ સરકારની સાથોસાથ ખભેખભા મિલાવી વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સરકારની સ્પષ્ટ નીતી અને નેમ છે. પૂ. મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામ સ્વરાજનું એકમ વર્ણવેલ છે. આજે પૂ.બાપુની પુણ્યતીથી તા.૩૦ જાન્યુઆરી ર૦ર૬ના રોજ આણંદ જીલ્લાના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો રાજય વ્યાપી શુભારંભ કરાવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ રાજયના ગામડાઓમાં શહેરો જેવી જ ઉચ્ચ ગુણવતાયુકત માળખાકીય સુવિધાઓ પુરી પાડીને ગ્રામીણ અને શહેરી જીવન વચ્ચેનો ભેદ દુર કરવાનો છે.
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના રાજયવ્યાપી ૧૧૪ તાલુકા મથકો સ્માર્ટ વિલેજ બનશે. જેમાં રાજકોટ જીલ્લાના ચાર ગામો પૈકી પડધરીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
રાજકોટ-જામનગર રોડ પર આવેલ મહાનગર રાજકોટથી રપ કી.મી.ના અંતરે આવેલ પડધરીનો ખુબ વિકાસ થયેલ છે. પડધરીની જનતાની પાયાની પ્રાથમીક જરૂરીયાતોને ધ્યાનમાં લઇ વ્યાપક આયોજન કરવામાં આવેલ છે. સરકારની તમામ પ્રજાલક્ષી યોજનાનો મહતમ લાભ મેળવી પડધરી ગામને વધુ આધુનિક શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા પડધરી ગ્રામ પંચાયતના સરપંચ ડો. વિજયભાઇ પરમાર તેમજ ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા સમયસરની ઉચ્ચકક્ષાની રજુઆતો પણ નોંધનીય છે.
રાજય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોને સ્માર્ટ અનેઆત્મ નિર્ભર બનાવવાના હેતુથી અમલમાં મુકાયેલ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હવે પડધરીના વિકાસમાં પ્રાણ પુરવા જઇ રહી છે. આ યોજના હેઠળ અદ્યતન માળખાકીય સુવિધાઓથી સજ્જ કરી સ્માર્ટ વિલેજ કલસ્ટર તરીકે વિકસાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે.
હાલ રેલ્વે ફાટકથી મોવૈયા સર્કલ સુધીનો મુખ્ય બજાર રોડ હાઇ કવોલીટી સીસી રોડ, (મોડેલ રોડ) પીવાનું શુધ્ધ પાણી જે હાલ નર્મદાના નીર મળે છે તે પુરતા પ્રમાણમાં ન હોય તેમાં વધારો કરી ડબલ પાણી મળતુ થઇ જશે. ગીતાનગર ખાતે કોમ્યુનીટી હોલ, આખા ગામને સીસીટીવી કેમેરાથી કવરેજ કરવામાં આવશે. હાલ હોસ્પીટલની બાજુમાં જુની તાલુકા પંચાયત કચેરી જે હાલ નવી કચેરીમાં ટ્રાન્સફર થતા આ બિલ્ડીંગ સરકારી હોસ્પીટલના ઉપયોગમાં લેવું. જેથી હોસ્પીટલમાં વધુ સુવિધા ઉપલબ્ધ થઇ શકે. ઓફીસ રોડ પર હાલ શાક માર્કેટ છે તેનું તાલુકા પંચાયત કવાટર જે હાલ જર્જરીત હાલતમાં છે. બીન ઉપયોગી હોય ત્યાં નવી શાક માર્કેટનું નિર્માણ કરવું. જુની મામલતદાર કચેરી જે હાલ નવી કચેરીમાં ટ્રાન્સફર થતા આ બીન ઉપયોગી બિલ્ડીંગની જગ્યા પે-પાર્કીગની સુવિધા ઉભી કરવી જેથી પાર્કીગની સમસ્યા હળવી બને અને ટ્રાફીકને નડતર રૂપ ન થાય તેવી સુવિધા ઉભી કરવી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ ઘન કચરાના નિકાલ પ્લાન્ટ, રમત ગમત મેદાન વધુ અનુકુળતા મુજબનું બનાવવું, તબક્કાવાર તમામ યોજનાનો અમલ તબકકાવાર કરવામાં આવશે. જેથી એમ કહી શકાય કે પડધરી વિકાસના પંથે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના થકી બદલશે કલેવર.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
