News of Wednesday, 4th February 2026
મોરબી પીપલ ક્રેડીટ કો.ઓપ સોસાયટીની ચુંટણીમાં સહકાર પેનલનો વિજય.
સહકારી નેતાઓ તથા સહકારી આગેવાના સહકારથી વરણી થતા આનંદની લાગણી અનુભવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી પીપલ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લિમિટેડ મોરબી. મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો હતો સોસાયટીની હોદ્દેદારોની બિનહરીફ વરણી થઇ હતી.
જેમાં ચેરમેન તરીકે પ્રાણજીવનભાઈ છગનભાઈ જાકાસણીયા, વાઇસ ચેરમેન તરીકે કિશોરભાઈ પ્રભાતભાઈ રાઠોડ, મેનેજિંગ ડિરેક્ટર તરીકે બાવરવા શાંતિલાલ હરિભાઈ આ ત્રણે મંડળીના હોદ્દેદાર તરીકે બીનહરિફથી ચૂંટાઈ આવેલ છે જેમાં સહકારી નેતાઓ તથા સહકારી આગેવાના સહકારથી વરણી થતા આનંદની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
