News of Wednesday, 4th February 2026
સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓનો હુમલોઃ ૩ ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાઃ સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓ એ જેલની બહાર આવા માટે હુમલો કર્યા હોવાનું અનુમાનઃ તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગરની સબ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ ભરવામાં આવ્યા હોવાના કારણે કેદીઓની અંદરો અંદરની ઘર્ષણની ઘટનાઓ વધી છે તેમાં સુરેન્દ્રનગરની સબજેલમાં ૩૦૦ થી વધુ કેદીઓ હાલ સજા કાપી રહ્યા છે ત્યારે કેદીઓની અંદરો અંદર ઘર્ષણની ઘટનાઓ વધી છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ગંભીર રીતે કેદીઓ ઘવાયા હોવાના કારણે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે.
ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું છે યાકુબ પઠાણ અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં તેમને ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ૧૨૫ કેદીઓની ક્ષમતા ધરાવતી સબ જેલમાં હાલમાં ૩૦૦ થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે ધાંગધ્રા સબજેલ બંધ કરવામાં આવી હોવાના કારણે ત્યાંના કેદીઓને પણ સુરેન્દ્રનગરની સબ જેલમાં મૂકવામાં આવ્યા છે જેથી ઘર્ષણ ઘટનાઓ બની રહી છે.
હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે કારણ કે જે કેદીઓ છે તે ગંભીર ગુનાના આરોપીઓ હોવાનું સામે આવ્યું છે આ કેદીઓ સિવિલ હોસ્પિટલમાંથી નાસી ન જાય તે માટે સ્પેશિયલ સીટી પોલીસ મથકના પીએસઆઇ સહિતના સ્ટાફને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યો છે અંદરો અંદર હુમલો કર્યા હોવાનું સામે આવતા હાલમાં તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે અધિકારીઓ પણ સબજેલમાં દોડી જઈ અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરની જેલમાંથી કેદીઓને બહાર આવવા માટે સામસામે ઘાતક હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે હાલના તબક્કામાં ૩૦૦ થી વધુ કેદીઓ સબ જેલમાં સજા કાપી રહ્યા છે, પરંતુ જેલનું તંત્ર કડક કરી દેવામાં આવતા ગેરકાયદેસર પ્રવળત્તિઓ જેલમાં બંધ થઈ ચૂકી છે ત્યારે મોબાઈલ ફોન ગુટકાઓ માવા અને પડીકીઓ સબ જેલમાં સપ્લાય બંધ કરી દેવામાં આવી છે ત્યારે રીઢા ગુનેગારોને સવલત ન મળતી હોવાના કારણે જેલનું તંત્ર બગાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને લઈને જેલમાં ઘાતક હથિયારોથી સામ સામે હુમલો કરી અને જેલમાંથી બહાર આવવા માટે કાવતરું રચવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કામાં સામે આવતા સીટી પોલીસે આ મુદ્દે પણ વધુ તપાસ કરી છે.
જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડાવતા કેદીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે આ મુદ્દે જેલ તંત્રના અધિકારીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થા અને જેલનું તંત્ર બગાડતા કેદીઓને ટૂંક સમયમાં અમદાવાદ સાબરમતી અને અન્ય જેલોમાં ખસેડવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ત્યારે તેમનું લિસ્ટ તૈયાર કરી અને ઉપર લેવલ સુધી આ લિસ્ટ મોકલવામાં આવ્યું છે બહારનું વાતાવરણ ભોગવવા માટે અંદરના કેદીઓ દ્વારા શેમ્પુનું પાણી પીવામાં આવી રહ્યું છે અને આત્મહત્યા અત્યારે પ્રયાસો સુધીના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જેલનું તંત્ર સુધરે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
