News of Wednesday, 4th February 2026
સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત
ગિરનાર ઉપર ૧૨.૪ ડિગ્રી ઠંડીઃ અન્યત્ર પણ પારો ઉંચે

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. આજે ગિરનાર ઉપર ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. અન્યત્ર પણ પારો ઉંચે ગયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે તાપમાનમાં સામાન્ય ઘટાડો થતા ગિરનાર પર ૧૨.૪ ડિગ્રી ગુલાબી ઠંડી નોંધાઈ હતી.
છેલ્લા બે દિવસથી જુનાગઢ ના બપોરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ સવારે ગુલાબી ઠંડી વધી રહી છે આજે સવારે ૦.૮ ડિગ્રીના ઘટાડા સાથે ગિરનાર પર લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી અને જુનાગઢ શહેરમાં ૧૭.૪ ડિગ્રી નોંધાયું હતું.
જ્યારે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૩ ટકાએ પહોંચી જતા હવામાન ઠંડક રહેવાની સાથે આકાશમાં વાદળો પણ છવાઈ ગયા હતા સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૫.૪ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭, મહતમ તાપમાન ૨૮.૫, ભેજનું પ્રમાણ ૬૩%, પવનની ગતિ ૬ કિ.મી. છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
