<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

પોરબંદરઃ ગાળો આપવાની ના પાડતા ધોકા વડે માર માર્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૪: કુતિયાણાના બાવડાવદરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા એક મહિલા સહિત ત્રણ વ્‍યકિતઓએ ધોકા વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બાવડાવદરમાં મજૂરી કામ કરતા મયુરભાઇ મુળુભાઇએ કુતિયાણા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે ઘર પાસે ગાળો આપવાની ના પાડતા આરોપી મનજી પુંજાભાઇ વિજય સોલંકી અને રીનાબેન સોલંકી એક સંપ કરીને ધોકા વડે માર મારીને સાહેદ પુંજીબેનને ઇજા કરી હતી અને મારી નાખવાની ધમકી આપી કુતિયાણાના હેડ કોન્‍સ્‍ટેબલ એ. એસ. જાડેજા ચલાવી રહ્યાં છે. 

(1:55 PM IST)