News of Wednesday, 4th February 2026
અમરેલીના ચિતલના પત્રકાર હર્ષદ ત્રિવેદીના પોૈત્રની યજ્ઞોપવિત વિધી

ચિતલ, તા.૪: ચિતલના વરિષ્ઠ આગેવાન પત્રકાર-હર્ષદ ત્રિવેદીના પોૈત્ર તેમજ તેમના સુપુત્ર પિયંક ત્રિવેદી- (હરી કર્મ મેડીકલ)ના સુપુત્ર તથા કશ્યપ ત્રિવેદી તથા મયુર ત્રિવેદીના ભત્રીજા- ચિ. હિતાર્થની યજ્ઞોપવિતનો કાર્યક્રમ ચિતલ ખાતે યોજાયો જેમાં ઉર્જાઅને કાયદા મંત્રી કોૈશીક વેકરીયા તથા પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઊંધાડ તેમજ પૂર્વ ભાજપપ્રમુખ શ્રી ડો. કાનાબારસર તેમજ અગ્રણી ઉધોગપતિ શિતલ આઇસ્ક્રીમના એમ.ડી. દિનેશભાઇભુવા- ચિતલના ઉધોગપતિ જયસુખભાઇ દેસાઇ તથા શ્રી લાલજીભાઇ દેસાઇ- કાળુભાઇ ધામી અમરેલી જીલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઇપાથર તેમજ અમરેલી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખશ્રી વિજયભાઇ દેસાઇ અમરેલીના પત્રકાર મનોજભાઇ રૂપારેલ, કોંગ્રેસી આગેવાન અગ્રણી ટીકુભાઇ વરૂ તથા સંદીપ પંડયા, અમરેલી જીલ્લા બાર એસો. પ્રમુખ જે. આર. વાળા તથા ગુજરાત બાર એસો.ના ડીરેકટર બકુલભાઇ પંડયા તથા બાર એસો. સેક્રેટરી જે. આર. વાળા તેમજ અમરેલી પત્રકાર હવેલી ટ્રસ્ટ લોહાણા અગ્રણી પ્રફુલભાઇ બાંટવીયા તેમજ બ્રહ્મસમાજના ત્થા એડવોકેટ ચેતન રાવલ તેમજ ચિતલ ગ્રામ પંચાચયત સરપંચશ્રી ત્થા તમામ સભ્યો તેમજ ચિતલ વેપારી એસો. પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા ત્થા તમામ વેપારી આગેવાનો તેમજ અમરેલી જીલ્લાના પત્રકારો તેમજ ડોકટરો ત્થા અનેક નામી - અનામી આગેવાન તેમજ સગા-વ્હાલા-સ્નેહીઓ મિત્રોએ વિશાળ સંખ્યામાં પ્રસંગમાં હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો. તેમજ ચિ. હિતાર્થ ત્રિવેદીને આર્શીવાદ આપ્યા હતાં.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
