<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન: સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે અંગોના રીટ્રાઇવલ પ્રક્રિયા શરૂ થઇને સવારે ૭:૦૦ કલાકે પૂર્ણ થઇ : ઓપરેશન થીયેટરમાં પાંચ કલાકની અથાક મહેનતના અંતે બ્રેઇનડેડ દિનેશભાઇ નકુમના હ્રદય, બે કીડની અને એક લીવરનું દાન મળ્યું: રાજકોટના ૫૦ વર્ષીય દિનેશભાઇ નકુમ સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો :અંગદાનથી મળેલ તમામ અંગો સિવિલ મેડિસીટીની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા: સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૬ અંગદાતાઓના ૫૭૨ અંગોના દાન થકી ૫૫૪ જરૂરિયાતમંદ પીડિત વ્યકિતઓને નવજીવન બક્ષવામાં સફળતા મળી- સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી6:34 PM IST

નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત ત્રણ વર્ષથી ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાનનું ગૌરવ સન્માન અપાવવા અંગે ગુજરાતના સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા: પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક:૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો' ૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો:ટેબ્લોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતનો મણિયારો રાસ ત્રીજા ક્રમે6:48 PM IST

 કાયદો જીવતો હશે તો મને ન્‍યાય મળશે...વ્‍યાજખોરીમાં ફસાતાં ચિઠ્ઠી લખી બાંધકામ કોન્‍ટ્રાકટર અલ્‍પેશ સાકરીયાનો આપઘાત : જુઓ વિડિઓ : રાતે પોણા નવે કુટુંબીજનોના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં વિડીયો મોકલ્‍યા બાદ બાલભવન સામે શોચાલય નજીક ઝેરી પાવડર પીધોઃ ભાઇએ ફોન કરતાં પોતે રેસકોર્ષ મગનલાલ આઇસ્‍ક્રીમ સામે છે એવો મેસેજ કર્યોઃ તુરંત સ્‍વજનો, મિત્રોએ ત્‍યાં પહોંચી હોસ્‍પિટલમાં ખસેડયાઃ પણ સવારે દમ તોડી દીધો :કોઠારીયાના ૩૪ વર્ષિય અલ્‍પેશભાઇ સાકરીયાએ બાલભવન પાસે ઝેરી પાવડર પી જીવ દીધોઃ ત્રણ ભાઇમાં વચેટ અલ્‍પેશભાઇએ ચિઠ્ઠીમાં લખ્‍યું-આ બધા જેટલા રૂપિયા માંગે છે તેને મુડી કરતાં પણ વધારે આપી દીધા છે, હવે મારી પાસે રૂપિયા નથી, મારા મર્યા પછી હશે એટલે હું જીવન ગુમાવુ છું :ચિઠ્ઠીમાં ૧૦ શખ્‍સોના નામઃ પોલીસ તપાસનો ધમધમાટ વિડીયોમાં કહ્યું-મારી બધી બહેનોને જય માતાજી, છેલ્લો મારો વિડીયો છે, સુખી રહેજો... જય માતાજી હો બહેનો બધી!4:22 PM IST