News of Wednesday, 4th February 2026
બજેટમાં શેર ધારકોના હિતમાં નિર્ણયોને આવકારતા પૂનમબેન માડમ
શેર બાયબેકમાં સંપુર્ણ વેચાણ રકમ ઉપર ટેકસ લેવાતો હતો તેના બદલે હવે માત્ર નફા ઉપર જ ટેક્ષ લેવામાં આવશેઃ સાંસદ દ્વારા આવકાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૪: જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ નાણામંત્રી નિર્મલા સીતારમણજીને, આ અંગે કરોડો શેરધારકોના હિતમાં નિર્ણય લેવા સાદર રજુઆત કરી હતી.
આ રજુઆતના પગલે કેન્દ્રસરકારશ્રીએ વર્ષ ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષના બજેટમાં આ સુધારો કરીને શેર બાયબેકના સંદર્ભમાં નફા ઉપર જ ટેક્સ લેવાની મહત્વની જોગવાઇઓ અમલમાં મુકી છે.
જેથી હવે આ બજેટમાં બાયબેક શેરના માત્ર નફા ઉપર કેપીટલ ગેઇન ટેક્સ ની જોગવાઈ કરેલ છે જેમા એક વરસ ઉપર ખરીદી વેચાણ પર એટલે કે લોંગ ટર્મ કેપીટલ ગેઇનમાં ૧૦ ટકા અને એક વરસની અંદરના શોર્ટ ટર્મ કેપીટલ ૨૦ ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. નહિતર શેર હોલ્ડરોને સરેરાશ ચાલીસ ટકા જેટલો ટેક્સ ભરવો પડતો હતો તેના બદલે આ સુધારો લાગુ થતા દેશભરના કરોડો શેરહોલ્ડરોમાં ખૂબ જ ખુશીની લહેર છે.
કેન્દ્ર સરકારશ્રીએ વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટ માં કરોડો શેર ધારકોના હિતમાં કરેલ જોગવાઈ મુજબ માત્ર નફા ઉપર ટેક્ષ લેવા અંગે ના અંદાજપત્રમાં કરેલ સુધારા બદલ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણજી નો સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમે આભાર વ્યક્ત કરેલ છે
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
