તા. ૨૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૪ સોમવાર
News of Thursday, 5th February 2026
મોરબીમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા દલવાડી સર્કલથી ઉમિયા સર્કલનો રોડ વન વે જાહેર.
રવાપર ચોકડી કે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર/વાવડી ચોકડી તરફ જવાનું રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યા નિવારવા કલેકટર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં બાયપાસ પાસે દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ સુધીનો રોડ વન વે જાહેર કર્યો છે.
વન-વે રૂટ : ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફનો માર્ગ હવે વન-વે રહેશે
વૈકલ્પિક રૂટ : ૨વાપર ચોકડી કે બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર/વાવડી ચોકડી તરફ જવાનું રહેશે.
જાહેરનામાનો સમયગાળો : આ નિયમ સવારના ૦૭:૦૦ થી રાત્રિના
90:00 કલાક સુધી અમલમાં રહેશે.
સમય મર્યાદા : આ જાહેરનામું 30 એપ્રિલ ર૦૨૬ સુધી અમલી રહેશે.
ઉલ્લેખનીય છે કે દોઢ મહિનાથી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ દ્વારા શહેરમાં પ્રવેશવા માટેના બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 ભારે વાહનોને રાજકોટ બાજુ વિરપર પાસે અને આ તરફ ધરમપુર પાસે ભારે વાહનો ઉભા રાખવામાં આવી રહ્યા છે. જેનાથી ટ્રાફિક સમસ્યા થોડી હળવી બની છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
