<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ઉમેશ મેગેઝીન એવોર્ડ ૨૨૬

 

 (મનિષ દવે) ભાવનગર : તાજેતરમાં  સુરતમાં ઉજાસ મેગેઝિન દ્વારા સતત ૧૯૯૩ આયોજીત થી એનાયત થતો ૩૧માં વાર્ષિક ‘ઉજાસ મેગેઝિન એવોડ'નું આયોજન થયું. સુરતના જાણીતા સહજાચાર્ય ચૈતન્‍ય સ્‍વામીજી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર ડો. કિશોરસિંહ નટવરસિંહ ચાવડા ,ધ સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી અને ઉજાસ મેગેઝિનનાં ચીફ એક્‍ઝીકયુટીવ એડિટર શ્રીમતી ઝૈતુનબેન લાકડાવાલા - દેસાઈ ઉપસ્‍થિત રહેલ. અમરસિંહ ઝેડ. ચૌધરી , માનસિંહભાઈ કલ્‍યાણજીભાઈ પટેલ, ઘી સુરત ડિસ્‍ટ્રિક્‍ટ કો. ઓ બેંક લિમિટેડ, નિખિલભાઇ મદ્રાસી, નારાયણ ટ્રસ્‍ટ, લીઓ ક્‍લાસીસ,ખેડુત સહકારી જીનિંગ અને પ્રેસિંગ સોસાયટી લિમિટેડ, ભારત્ત કુમાર મિષાી, તુષાર નવનિતલાલ દેસાઈ, અશોકભાઈ પટેલ, અજિતકુમાર જયંતિલાલ દેસાઇ, સુરત જીલ્લા ખાદી ગ્રામોધોગ સહકારી સંઘ લિ.ના મંત્રી હરેન્‍દ્રસિંહ ડી. વસવારીયાને એવોર્ડ એનાયત થયેલ. કાર્યક્રમનું આયોજન ઉજાસના તંત્રી શ્રીમતી ઝેતુનબેન લાકડાવાલા-દેસાઇ અને મેનેજીંગ તંત્રી અમીતભાઈ તેમજ કાર્યક્રમનું સંકલન ઉજાસ પરીવાર ટીમે તથા સંચાલન શ્રીમતી હર્ષાબેન સોલંકી એ સંપન્ન કર્યું હતુ.(

(11:48 AM IST)