News of Thursday, 5th February 2026
તળાજા નજીક બે બાઇક અથડાતા ૪ ઘવાયા
કોઈ એક બાઇક ચાલક શોર્ટકટ અપનાવવા રોંગ સાઈડમાં આવતા અકસ્માત સર્જાયો

ભાવનગર, તા.૫: તળાજા નજીકના આસપાસના નેશનલ હાઇવે પર પૂરપાટ અને રોંગ સાઈડમા દોડતા વાહનો ખાસ કરીને બાઇક ચાલકો સામાન્યથી લઈ જીવલેણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને હાલ લગ્નની સિઝન જામી છે ત્યારે રસ્તાપર ટ્રાફિક વધુ હોવા છતાંય બેફિકરાઈ પૂર્વક વાહનો ચલાવવાના કારણે આજે બે બાઇક સામસામે અથડાતા ચાર વ્યક્તિ ને ઇજાઓ થવા પામી હતી.
વિગતો મુજબ નીલકંઠ સ્કૂલ નજીક નેશનલ હાઇવેનો સર્વિસ રોડ પસાર થાય છે. આ રોડપર સાંજઢળે તે પહેલાં બે બાઇક ચાલકો સામસામે અથડાયા હતા. જેમાના એક ચાલક શોર્ટકટ માટે રોંગસાઈડમા બાઇક હંકારવું મોંઘું પડ્યું હતું. ઇજાગ્રસ્તો મા નાઝુભાઈ પબાભાઈ ચોપડા ઉ.વ.૩૫ રે.રામપરા વાળા ને ગંભીર ઇજાઓ થઈ હતી. સામે ના બાઇક પર ત્રણ વ્યક્તિ સવાર હતા. જેમાં વિશાલ નંદલાલભાઈ રાઠોડ ઉ.વ.૨૦,ભૂમીબેન નંદલાલભાઈ રાઠોડ ઉ.વ.૧૮,મુક્તાબેન નંદલાલભાઈ રાઠોડ ઉ.વ૩૮ ભારપરાના રહેવાસી છે.પાદરગઢ લગ્ન માં જતા હતાં. ચારેય ઇજાગ્રસ્તો ને અહીં પ્રાથમિક સારવાર આપી રીફર કરવામાં આવ્યા હતા
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
