<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

નવી કાર બીમારીના બહાને ભાડેથી લઈ વેંચી દેતી ગેંગનો પર્દાફાશ કરતી જુનાગઢ પોલીસઃ શાપર વેરાવળનો શખ્‍સ ઝડપાઈ ગયો

સોશ્‍યલ મીડીયા ઉપરથી માહિતી મેળવતા'તાઃ રાજકોટમાં પણ વિશ્‍વાસઘાત અગાઉ કરેલ છે

જુનાગઢ, તા.૫: સી-ડીવી. પો.સ્‍ટે. કલમ ૩૧૬(૨) મુજબનો ગુનો ગઇ તા.૦૩/૦૨/૨૦૨૬ ના રોજ રજી. થયેલ જેમાં આરોપીએ ફરીયાદીના મિત્ર પાસેથી મારૂતી સુઝુકી કંપનીની બલેનો સીલ્‍વર કલરની કાર GJ-04-FA-8811 કિ. રૂ.૮,૮૧,૦૦૦/ વાળી આરોપીના કાકાને કેન્‍સરની બીમારીની સારવાર માટે જવાનુ કહી ભાડેથી લઇ જઇ રાજકોટ ખાતે જઇ કારનુ જી.પી.એસ. બંધ કરી કારને ટોઇન કરી અન્‍ય કોઇ સાથે મળી બલેનો કાર કોઇ જગ્‍યાએ રાખી દિધેલ. જે કાર પરત જોઇતી હોય તો ફરિયાદી પાસેથી રૂ.૨,૫૦,૦૦૦/ માંગણી કરી. આરોપીએ ફરિયાદીની બલેનો કાર ભાડે લઇ જઇ પરત નહી આપી ફરિયાદી સાથે વિશ્વાસધાત કરેલ હોય.

(૧) યસ જશાભાઇ લાબરીયા ભરવાડ રહે.સરદાર ચોક નજીક શાપર વેરાવળ જી.રાજકોટને પકડી પાડી છે.

જયારે સાથેનો આરોપી (૧) મનિષ કાળુભાઇ સભાડ ભરવાડ રહે.રાજકોટ તથા તપાસમાં ખુલે તે. બધા ફરાર થઈ ગયા છે.

આશરે સાતેક મહીના પહેલા આરોપી યશ લાંબરીયાએ તેના મીત્ર અરમાન મીર રહે,ગોડલ વાળાના કહેવાથી આરોપીના મીત્ર કેવલ બારોટ રહે રાજકોટ વાળા ફોરવીલ ભાડેથી આપતા હોય જેથી આરોપી યશ એ અરમાને તેની ગાડી ભાડેથી અપાવેલ હતી. અને અરમાનએ તે ગાડી પરત કેવલને નહી આપેલ અને ગાડી પરત જોઇતી હોય તો દોઢ લાખ રૂપીયા આપવા પડશે તેમ કહી કેવલભાઇ સાથે વિશ્વસપાત કરેલ જે બાબતે આરોપી યશ તથા અરમાન વિરુધ્‍ધ રાજકોટ માલવીયા નગર પો.સ્‍ટે.માં અરજી/ફરીયાદ કરવામાં આવેલ.

આરોપીઓ સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપરથી ફોર વ્‍હીલ કાર ભાડે આપતા વ્‍યક્‍તિઓ વિશે માહિતી મેળવી તેની પાસેથી પોતાના ઘરના સભ્‍યોને કેન્‍સર, હર્દય રોગ જેવી ગંભીર બીમારીની સારવાર કરાવવા માટે રાજકોટ,અમદાવાદ જવાનું બહાનું બતાવી નવી નકોર ફોર વ્‍હીલ ગાડી ભાડેથી લઇ બાદમાં ફોર વ્‍હીલ માલીકની જાણ બહાર પોતાના અંગત ફાયદા માટે ફોર વ્‍હીલ અન્‍યને વેચી ફોર વ્‍હીલના રૂપિયા માલીકને નહી આપી વિશ્વાસ પાત કરતા હોય.

આવી ટોળકી કે ગેંગને ખરાઇ કર્યા સિવાય પોતાનું વાહન ભાડેથી નહી આપવા અપીલ કરવામાં આવે છે.

આ કામગીરી જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર  એ.બી.ગોહીલ તથા પો.હેડ.કોન્‍સ., ડી.એલ બકોત્રા તથા આર.બી.બોરખતરીયા તથા કે.ડી.ઝણકાત તથા પો.કોન્‍સ સંજયસિંહ ચૌહાણ તથા દિનેશભાઇ જીલડીયા તથા માનસિકભાલ ભલગરીયા તથા નારણભાઈ ગરચર તથા નિલેશભાઇ નંદાણીયા નાઓએ કરેલ છે.

(12:03 PM IST)