News of Thursday, 5th February 2026
દડિયા ગામના યુવા ખેડૂત ઓર્ગેનિક ખેતીથી ગુલાબ વાવી ગુલકંદના સ્વાદથી માલામાલ બન્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ પ, દડીયા ગામના યુવા ખેડૂત ભાવેશ મનસુખભાઈ નંદા કણમાંથી મણ પેદા કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાકળતિક ખેતીને વેગ આપવાની જાહેરાત અને પ્રયાસોથી હવે ગુજરાતમાં ખેડૂતો હવે પ્રાકળતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે પાકળતિક ગુલાબનું પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે.
આ ખેડૂત અગાઉ પણ ગુલાબ વાવતા હતા. બાદમાં ક્રમાનુસાર ધીરે ધીરે સારું ઉત્પાદન મળતા ઋતુ આધારિત ખેતીના બદલે પ્રાકળતિક ગૌમૂત્ર, જીવામળત અને કુદરતી વાતાવરણમાં વાવેલા ગુલાબમાંથી જાતે જ ગુલકંદ બનાવે છે. જેને લોકો ઓર્ગેનિક હોવાથી વધુ પસંદ કરે છે. અને માંગ પણ વધી રહી છે.
અન્ય ખેડૂતોથી અલગ અને હટકે કંઈક કરી છૂટવાની ભાવનાથી ભાવેશભાઈએ પોતાના ખેતરમાં એક પ્રયોગ કર્યો અને આ પ્રયોગ સફળતા તરફ જોવા મળતા છેલ્લા કેટલાય વર્ષથી ગુલાબનું વાવેતર કરી રહ્યા છે અને સારો નફો પણ તેના પાક અને પાક ઉત્પાદનની પ્રોડક્ટ જાતે જ બનાવી લોકો સુધી પહોંચાડી મેળવી રહ્યા છે. ત્યારે આજના નવી પેઢીના ખેડૂત ભાવેશભાઈ પ્રાકળતિક ગુલાબનું વાવેતર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. (ફોટો : કિંજલ કારસરીયા, જામનગર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
