<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

VB-G RAM G યોજના અને બજેટ-૨૦૨૬ની જોગવાઈઓ અંગે સાવરકુંડલામાં વિશેષ કાર્યશાળા

ખેડૂત સશક્‍તિકરણ માટે કેન્‍દ્ર સરકારની ઐતિહાસિક જોગવાઈઓ AI ના ઉપયોગ દ્વારા રિયલ ટાઇમ ડેટા કિસાનોને મળશેઃ મહેશ કસવાલા

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૫: માર્કેટિંગ યાર્ડ ખાતે VB-G RAM G યોજના અંતર્ગત ખેડૂતલક્ષી બજેટ-૨૦૨૬ અંગે કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્‍ય  મહેશભાઈ કસવાલાએ મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી બજેટની કળષિ, સિંચાઈ, પાક વીમા, આધુનિક ટેકનોલોજી અને ગ્રામ વિકાસ સંબંધિત જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું.

ખેડૂતોના પ્રશ્‍નોના જવાબ આપીને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

કેન્‍દ્રીય બજેટ-૨૦૨૬ના પરિપ્રેક્ષ્યમાં VB-G RAM G યોજના અંતર્ગત સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ધારાસભ્‍ય હેશભાઈ કસવાલાએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સરકારનું બજેટ-૨૦૨૬ ખેડૂત, ગ્રામિણ વિકાસ અને આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને વધુ મજબૂતી આપનારું છે.

ખેડૂતોને સશક્‍ત બનાવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્‍પાદન વધારવા માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે. તેમણે ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાની ખેતીને વધુ લાભદાયી બનાવવા અપીલ કરી હતી.

કિસાન સશક્‍તિકરણ અને ગ્રામ વિકાસ પ્રત્‍યેની મજબૂત પ્રતિબદ્ધતા સાથે આયોજિત આ VB-G RAM G કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયત સદસ્‍યશ્રીઓ, માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારશ્રીઓ, ખેડૂત મિત્રો તથા આગેવાનશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:09 PM IST)