News of Thursday, 5th February 2026
સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો, પી એન્ડ ટી પેન્શનર્સ એશો, BSNL તથા DOT પેન્શનર્સ એશો. દ્વારા તા.૧૩ ના અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ધરણા
સેન્ટ્રલ ગવર્મેન્ટના ૮માં પગારપંચમાંથી દુર કરવાની માંગણી સાથે અને આ નિયમોનો વિરોધ દર્શાવા

જામનગર, તા., પઃ ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશન દ્વારા નક્કી કર્યા મુજબ દરેક રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન માટે બનાવે કઠોર નિયમોને અને આ કઠોર નિયમોને સેન્ટ્રલ ગવર્મેન્ટના ૮માં પગારપંચમાંથી દુર કરવાની માંગણી સાથે ફોરમ ઓફ સીવીલીયન પેન્શનર્સ એસોસીએશનના બેનર હેઠળ સરદાર બાગ પાસે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ધરણાનું તા.૧૩ ની ૧૧ થી ૧૩ વાગ્યા સુધીના AIBDPA અને અન્ય સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો. અમદાવાદના એસોસિએશન સાથે મળી ધરણાનું આયોજન કરવામાં આવેલ છે.
વડાપ્રધાનને ઉદેશી સીવીલીયન પેન્શનર્સ સહી એકત્ર કરાવી તા.૧૩ ના ૪.૩૦ વાગ્યે કલેકટર અમદાવાદને આગેવાનો દ્વારા આવેદનપત્ર મોકલવા માટે સુપરત કરવામાં આવશે.
ફેબ્રુઆરી માસમાં પોલીટીકલ પાર્ટીના આગેવાનો પણ સંપર્ક કરવામાં આવશે. જેસીએમ સ્ટાફ સાઈડ તરફથી કોઈ પ્રોગ્રામ જાહેર કરવામાં આવે તો તેમાં જોડાઈ પ્રોગ્રામ સફળ બનાવવો.માર્ચના પ્રથમ અઠવાડિયામાં FCPAના આગેવાનોની મીટીંગમાં ભાવી કાર્યક્રમો નક્કી કરવાનું ઠરાવવામાં આવેલ હોવાનું મનુભાઈ ચનિયારા AIBDPAના ગુજરાતના સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડ કવાટરના વાઈસ પ્રેસિડેન્ટ જણાવેલ. AIBDPA મનુભાઈ ચનિયારા, એ જે ગોસાઈ, એન.એન.પટેલ, એન.જે.દેસાઈ, એમ.એમ.સૈયદ, એમ.વી.પટેલ, એ.આર. પટેલ વી.કે.પંડયા, બી.એન.અહિર, BDPAના ડી.ડી.મિષાી, એ. એન.પટેલ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો.ના પી.પી.ગામી યુ.કે.નાઈર, પી એન્ડ ટી પેન્શનર્સ એશોના જયંત પંચાલ વિગેરે ગુજરાતના પેન્શનર્સ આગવાનો આ કાર્યક્રમો સફળ બનાવવા અપીલ કરેલ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
