તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 5th February 2026
ખંભાળીયામાં સતવારા યુવકની હત્યામાં પિતરાઇ બહેન સાથેનો એકતરફી પ્રેમ કારણભૂત
દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વિસ્મય માનસેતાની આગેવાનીમાં પોલીસની કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પ :.. ખંભાળીયાના રામનગરના ગુંદમોટા વાડી વિસ્તારમાં રહેતા તથા સગા કાકા મોટા બાપાના ભાઇ-બહેનો દ્વારા તેના કુટુંબી ભાઇની હત્યા કરી હતી જે બાબતમાં ડીવાયએસપી વિસ્મય માનસેતા દ્વારા પોલીસે લીધેલી ત્રણ દિવસની રીમાન્ડ તથા પુછપરછમાં સીલસીલાબંધ વિગતો જાહેર થઇ હતી જે કહેલી હતી.
આ પ્રકરણમાં મૃતક જશવંત અશ્વિન ચાંપડા (ઉ.રપ) વાળાને કિરણ રવજી ચોપડા, કાજલ રવજી ચાંપડા તથા તેના પિતાએ ભેગા મળીને માર્યાનું બહાર આવેલ તેના કારણમાં મૃતક જશવંતનો તેની જ પિતરાઇ બહેન સાથેનો એક તરફી પ્રેમ બહાર આવ્યું છે.
તેની પોલીસે જણાવેલ કે મૃતક જશવંતને કિરણબેન કે પિતરાઇ બહેન થતી હતી. તેની સાથે એક તરફી પ્રેમ હોય તથા તેના વિડીયો બનાવીને બ્લેક મેઇલીંગ કરીને અનેક અઘટીત માંગણીઓ કરી હોય બનાવના દિવસે પણ આ યુવાન કીરણબેનના ઘેર જતાં કીરણબેન ઉશ્કેરાઇ ગયા હતા તથા જશવંત પર હુમલો કરી તેની બેન કાજલ તથા પિતા રવજીભાઇની મદદથી ગળામાં ગૂંણીયાનો ટૂંપો આપીને માથામાં તિક્ષ્ણ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારેલ હતો.
નવાઇની વાત છે કે મૃતક જશવંતના બે વર્ષ પહેલા જ લગ્ન થયેલા હતા અને આ બનાવ બની ગયો. પોલીસ દ્વારા એફ. એસ. એલ. ના રીપોર્ટ પણ મંગાવાયા છે.
જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શનમાં ખંભાળીયા ઇન્ચાર્જ પી. આઇ. નિકુંજ જોશી, પો. સ. ઇ. જાદવ તથા રાઇટર દીપકભાઇ રાવલીયાએ કામગીરી કરી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
