<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

મોરબી સિરામિક એસો.ના પ્રમુખોની મુખ્‍યમંત્રી સાથે મુલાકાત : જંત્રી દર મુદ્દે કરાઈ રજુઆત

સિરામિક ક્‍લસ્‍ટરમાં રોડની સફાઈ માટે છ ટ્રક સ્‍વિપરની પણ માંગણી કરાઈ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૫: મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલીયા અને પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલે ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયા અને મોહનભાઈ કુંડારિયા સાથે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને સીએમ હાઉસ ખાતે રૂબરૂ મળ્‍યા હતા. જેમા તેઓએ સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્‍નોની વિગતે રજુઆત કરી હતી.

જેમાં બાંધકામમાં ઉંચા જંત્રીના દરોને લીધે જુના યુનિટોને લે- વેચમાં જે તકલિફ ઉભી થાય છે તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્‍યમંત્રી એ હકારાત્‍મક અભિગમ દાખવીને તાત્‍કાલિક નિરાકરણ આવે તે દિશામાં પગલા ભરશે તેવું જણાવ્‍યું હતું. હાલમાં સિરામિક ક્‍લસ્‍ટરમાં ૫૫ ઇન્‍ટરનલ રોડ-રસ્‍તા બની ગયા છે. જે ૪૦૦ કરોડના ખર્ચે અને આશરે ૯૦ કિમીના રોડ સારી ગુણવત્તા અને ટકાઉ બન્‍યા છે. જે બાબતે સંલગ્ન અધિકારીઓને એસોસિએશન દ્વારા બિરદાવામાં આવ્‍યા હતા અને બાકી રહેતા ૧૫૩ સીસી રોડની વહેલી તકે મંજુરી મળી જાય તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્‍યમંત્રી આ ફાઈલને તાત્‍કાલિક વર્ક ઓડર આપી દેશે તેવો અભિગમ દાખવ્‍યો હતો. ઉપરાંત, મુખ્‍યમંત્રી જ્‍યારે મોરબી આવ્‍યા હતા.ત્‍યારે સ્‍વચ્‍છતા બાબતે વિશેષ ભાર મુકયો હતો. જે બાબતના સ્‍મરણો યાદ કરાવી સિરામિક ક્‍લસ્‍ટરમાં રોડ સફાઇ બાબતે રોડ સફાઈ માટેના છ નંગ ટ્રક (રોડ - સ્‍વિપર)ની માંગણી કરી હતી. જે બાબત ની દરખાસ્‍ત માં હકારાત્‍મક અભિગમ સાથે ત્‍વરીત કાર્યવાહી કરશે. તેમ જણાવ્‍યું હતું. તેમ સિરામિક એસો.ના પ્રમુખની યાદીમાં જણાવાયું છે

(1:20 PM IST)