News of Thursday, 5th February 2026
મહાશિવરાત્રીના મેળામાં ર૮ હંગામી દવાખાના

જુનાગઢ, તા. પ : આગામી મહાશિવરાત્રી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓના આરોગ્યની જાળવણી માટે જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૮ જેટલા કામચલાઉ દવાખાનાઓ ૨ર્૪ં૭ કાર્યરત કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેળા વિસ્તારમાં કુલ ૭ મેડિકલ દવાખાના (જેમાં ૧ આઈ.સી.યુ. યુનિટ સામેલ છે) અને ૨૧ પેરા-મેડિકલ દવાખાનાઓ ઊભા કરવામાં આવનાર છે.
જેમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સામે રોડ પર રેસ્ટ હાઉસ, પ્રેરણા ધામ,અંબાજી મંદિર(ગિરનાર), જૈન દેરાસર (ગિરનાર), પ્રકળતિ ધામ,કંટ્રોલરૂમ સામે ભવનાથ, નાકોડા દવાખાનુ (આઈસીયુ), ગિરનાર દરવાજા, ભરડાવાવ, સ્મશાન ત્રણ રસ્તા, પાજનાકા પુલ પાસે,ખાખચોક સામે, નારાયણ ધરા તરફ જતા રોડના નાકા પાસે, રૂપાયતન ત્રણ રસ્તા સર્કલ,ભગીરથ વાડી ની જગ્યા પાસે, રીંગરોડ સીતારામ મંદિર પાસે વડલા નીચે,મંગલનાથ બાપુ ની જગ્યા ની પાછળ ના ભાગે ફોરેસ્ટ દિવાલ પાસે,ગિરનાર સીડી ગેટના ગ્રાઉન્ડમાં,જમાલવાડી ર્પાકિંગ,કાળુભાઈની વાડી ર્પાકિંગ, જીનમ આશ્રમ પ્રાઇવેટ ર્પાકિંગ, વાઘેશ્વરી મંદિર પાકિર્ંગ,લુહાર જ્ઞાતિની જગ્યા ના ખૂણા પાસે,મહેર સમાજ સામે આવકારવાળી ગલીમાં, સાબલપુર ચોકડી (કાયમી માટે કાર્યરત છે), મજેવડી દરવાજા,એસટી બસ સ્ટેન્ડ અંદરના ભાગેઅને રેલ્વે સ્ટેશનમાં કાર્યરત રહેશે.
ગિરનાર સીડી ગેટ, ભવનાથ, અને અંબાજી મંદિર જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૨૮ પોઈન્ટ્સ પર શ્રદ્ધાળુઓને તાત્કાલિક સારવાર મળી રહેશે. ખાસ કરીને નાકોડા દવાખાના ખાતે આઈ.સી.યુ.ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
શિવરાત્રી મેળાની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે આરોગ્ય વિભાગના ૨૧૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવશે. આ ઉપરાંત, દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે ૧૩ એમ્બ્યુલન્સ અને ૬ ‘૧૦૮' ઇમરજન્સી એમ્બ્યુલન્સ મેળાના વિવિધ રૂટ પર તૈનાત રાખવામાં આવનાર છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
