<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ધોરાજી યુનિયન સ્‍પોર્ટ કલબ ખાતે સરકારી શાળા નંબર ૧૧ના લઘુમતી સમાજના વિદ્યાર્થીઓએ દેશભક્‍તિનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો

ધોરાજી, તા. પઃ ધોરાજી યુનિયન સ્‍પોર્ટ કલબ ખાતે  સરકારી શાળા નંબર ૧૧ના લઘુમતી સમાજના વિદ્યાર્થી ઓએ દેશભક્‍તિનો રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો.

ધોરાજીના ઉપલેટા રોડ ખાતે આવેલ યુનિયન સ્‍પોર્ટ કલબ દ્વારા દર વર્ષે દેશભક્‍તિના કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવા માટે સાંસ્‍કળતિક કાર્યક્રમ તેમજ સેવા વસ્‍તીમાં ગરીબ લોકોને મદદરૂપ થવા માટે કાર્યક્રમો કરતા હોય છે જેના ભાગરૂપે ધોરાજીના જમનાવડ રોડ ખાતે આવેલ સરકારી શાળા નંબર ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્‍તિનો સાંસ્‍કળતિક કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો.

દેશભક્‍તિના સાંસ્‍કળતિક કાર્યક્રમમાં લઘુમતી સમાજના તેમજ હિન્‍દુ સમાજના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ દેશભક્‍તિનો રંગારંગ કાર્યક્રમ રજૂ કરી કોમિ એકતા ના દર્શન કરાવ્‍યા હતા.

આ સમયે સરકારી શાળા નંબર ૧૧ ના પ્રિન્‍સિપાલ હરેશભાઈ ઠુમર એ જણાવેલ કે અમારી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ આવે છે અને શાળામાં હિન્‍દુ મુસ્‍લિમ કોમિ એકતાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

કારણ કે બંને સમાજના વિદ્યાર્થીઓ ભાઈચારો અને કોમી એકતા કેળવીને દેશભક્‍તિના રંગારંગ કાર્યક્રમમાં જોડાઈ છે તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે ખૂબજ મહેનત કરે છે.

આ પ્રસંગે  યુનિયન સ્‍પોર્ટ કલબના ના સેક્રેટરી રણજીતસિંહ જાડેજા ઉપપ્રમુખ પ્રદીપભાઈ વોરા ખજાનચી જગદીશભાઈ ગામોટ તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ અને ધોરાજી શાળા નંબર ૧૧ ના પ્રિન્‍સિપાલ હરેશભાઈ ઠુંમર, નીપાબેન મારડિયા, કાંદીયાની ફિઝાબેન,  સોનલબેન વઘાસિયા, દિપકભાઈ જોગીયા, કાજલબેન વેકરીયા, રેનીશભાઈ રોકડ વિગેરે અગ્રણી ઉપસ્‍થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ રોકડ પુરસ્‍કાર અર્પણ કરાયા હતા.

સરકારી શાળા નંબર ૧૧ ના ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્‍તિનો રંગા રંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો.

આ સમયે વિદ્યાર્થીઓએ ભારત માતા તેમજ રોડ અને ટ્રાફિક ના નિયમો તેમજ વ્‍યસન મુક્‍તિના વિગેરે કાર્યક્રમ સાથે અભિનય નાટક રજૂ કર્યા હતા આ સમયે તમામ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્‍કાર તેમજ તમામ વિદ્યાર્થીઓને યુનિયન સ્‍પોર્ટ કલબ દ્વારા શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી

કાર્યક્રમનો સંચાલન પિનાકીનભાઈ કવિસ્‍વર દ્વારા કરવામાં આવે છે.

(1:28 PM IST)