News of Friday, 6th February 2026
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ.
બેઠકમાં રદ/ ફેરફારના કામોને બહાલી આપવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇની નવી દરખાસ્તો મંજૂર કરવા સહિતની ચર્ચા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં રદ/ ફેરફારના કામોને બહાલી આપવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર કરવા તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇના કામોની તથા સાંસદ અને ધારાસભ્યના વિસ્તારના વિકાસ યોજનાના કામોની પ્રભારી મંત્રી સમીક્ષા કરાઈ હતી. તેમજ પૂર્ણ થયેલા તમામ કામો પોર્ટલ ઉપર ચડાવવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રગતિ હેઠળના તથા નવા કામો સમય મર્યાદામાં ગુણવત્તાપૂર્વક રીતે પૂર્ણ કરવા તેમજ નવા કામો અને ફેરફાર વાળા કામની દરખાસ્તનો પૂર્ણ અભ્યાસ કરીને રજૂ કરવા જણાવ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર એસ. જે. ખાચર અને આયોજન અધિકારી માંડલિયા દ્વારા બેઠકનું સંચાલન થયું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય સર્વ દુર્લભજીભાઈ દેથરિયા અને મેઘજી ચાવડા, કલેક્ટર કે. બી. ઝવેરી, મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરે, પોલિસી અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઠવી, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
