<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

વાંકાનેર બાયપાસ પર પપકરોડનો બાજુમાં નવો પુલ મંજુર

ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજુઆતને મુખ્યમંત્રીએ આપી મંજુરી

વાંકાનેર તા.૬: પંચાસર બાયપાસ પર મચ્છુ નદી ઉપર આવેલા હાલના પુલની બાજુમાં નવો બીજો પુલ બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પુલ માટે અંદાજે ૩. ૫૫ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

પંચાસર બાયપાસ પર આવેલો મચ્છુ નદીનો હાલનો પુલ અગાઉ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેને તાજેતરમાં રિપેરીંગ કરીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે, વધતા વાહનવ્યવહાર અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પુલની બાજુમાં નવો પુલ બનાવવાની રજૂઆત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કરી હતી.

આ રજૂઆતને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવા પુલના નિર્માણને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત પુલ હાલના પુલની બાજુમાં ટુ-લેન અને ફુટપાથ સુવિધા સાથે બનાવવામાં આવશે.

(10:28 AM IST)