News of Friday, 6th February 2026
આદિત્યાણા પાસે સ્વીફટ કારમાંથી ૧.૧૧ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો
એલસીબીએ બાતમીના આધારે દારૂની ૩૭૦ બોટલો સાથે ત્રણને ઝડપી લીધાઃ દારૂનો જથ્થો મોકલાવનાર ભાણવડના પાસ્તર ગામના આરોપી સહિત કુલ ચાર સામે ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: આદિત્યાણા પાસે કાદા વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે વોચ રાખીને સ્વીફટ કારમાંથી ૩ શખ્સોને ઇગ્લીંશ દારૂની ૩૭૦ બોટલો રૂ.૧,૧૧,૧૧૧ની સાથે ઝડપીને ગુન્હો નોંધ્યો છે.
ઇન્ચાર્જ એલ સી.બી. ૦૦ પો.ઇન્સ. શ્રી આર.કે.કાબરીયા ના માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.કે. કાંબરીયાના માર્ગદશન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા તથા હેડ કોન્સ હીમાંશુભાઇ મક્કા તથા પીસી નટવરભાઇ ઓડેદરા ને મળેલ બાતમી આધારે, આદિત્યાણા ગામ થી કાદા વિસ્તાર બગીચા પાસે થી આરોપી (૧) ભારા ચનાભાઇ કટારા ઉવ.૩૦ રહે સિંહજરનેશ બાવળવાવ ગામ (૨) દિલીપ વેજાભાઇ ગુરગુટીયા ઉ.વ.૨૦ રહે. આદિત્યાણા (૩) આલા ખીમાભાઇ કોડીયાતર ઉ.વ.૨૦ રહે. બરડા ડુંગર વાળાઓને તેમના કબ્જા હવાલાવાળી સફેદ કલરની સુઝુકી કંપનીની સ્વીફટ કાર ન. GJ-25-AA-8349) કી.રૂા. ૩,૦૦,૦૦૦/- માથી ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ-અલગ બ્રાન્ડના કાચના કંપની શીલપેક ચપટા (નાની બોટલો) નગ-૩૭૦ ભરેલ પુઠ્ઠાના બોક્ષ નગ-૮ કી.રૂ. ૧,૧૧,૦૦૦/- મળી કુલ કિ.રૂા ૪,૧૧,૦૦૦/- ના મુદામાલ સાથે આ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા દારૂનો જથ્થો આરોપી દાસા રાજાભાઇ હુણ રહે. પાસ્તર ગામ તા.ભાણવડ જી. વાળા પાસે થી લઇ આવતા ચારેય આરોપીઓ વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સુરત સી-૧૧૨૧૮૦૧૫૨૬૦૦૯૦/૮૦૨૬ પ્રોહી ક. ૬પઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે. કાબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
