News of Friday, 6th February 2026
સુરેન્દ્રનગરમાંથી ચાર દિવસ પહેલા ગૂમ થયેલા સાહિલ માણેક અને ગુડ્ડીની કેનાલમાંથી લાશ મળતાં ચકચાર
જાનવી નામની યુવતિ સાથે મૈત્રીકરારથી રહેતો શખ્સ બીજી હિન્દુ યુવતિ સાથે ગાયબ થયો હતો પ્રેમપ્રકરણમાં આપઘાતની શક્યતાએ તપાસઃ સાહિલની હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

ગૂમ થયાના ચોથા દિવસે યુવતિ ગુડ્ડી અને યુવાન સાહિલના કેનાલમાંથી મૃતદેહ મળ્યા હતાં. સાહિલનો ફાઇલ ફોટો પણ જોઇ શકાય છે (તસ્વીરઃ ફઝલ ચોૈહાણ-વઢવાણ)
(ફઝલ ચોૈહાણ) વઢવાણ તા. ૬: સુરેન્દ્રનગરમાં રહેતાં ૨૨ વર્ષનો મુસ્લિમ યુવાન અને ૨૦ વર્ષની હિન્દુ યુવતિ સાથે ચાર દિવસ પહેલા ગાયબ થઇ ગયા બાદ આ બંનેના મૃતદેહ ગઇકાલે દૂધરેજ નજીક નર્મદા કેનાલોમાંથી મળતદેહ મળી આવતાં ચકચાર જાગી છે. આ ઘટના આપઘાતની હોવાની પોલીસને શંકા છે. જો કે યુવાનના પરિવારજનોએ પોતાના દિકરાની હત્યા થયાની શંકા દર્શાવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. આ યુવાને અગાઉ પણ એક હિન્દુ યુવતિ સાથે મૈત્રીકરાર કર્યા હતાં, અને હાલ એ યુવતિ તેની સાથે જ રહેતી હતી. આ વચ્ચે તે અન્ય હિન્દુ યુવતિ સાથે ગાયબ થઇ ગયો હતો અને હવે બંનેના મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી છે.
જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગરની દુધરેજ નજીક આવેલા પંપીંગ સ્ટેશનમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતાં મળી આવી છે ત્યારે આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા સીટી પોલીસને જાણ કરવામાં આવતા સીટી પોલીસ તાત્કાલિક જ્યાં દોડી ગઈ હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડનો સંપર્ક કરી અને બંને મળતદેહને પંપિંગ સ્ટેશનમાંથી બહાર કાઢી અને ત્યારબાદ ઓળખ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ લાશ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક રહેતા સાહિલભાઈઅલ્લાઉદ્દીનભાઇ ઇબ્રાહીમભાઇ માણેક (ઉ.વ.૨૨) અને સુરેન્દ્રનગરની જ ગુડ્ડીબેન મકવાણા (ઉ.વ.૨૦)ની હતી.
ગુડ્ડીબેનના સગાને બોલાવી લાશની ઓળખ કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોલીસે ખસેડયો હતો. જ્યારે સાહિલભાઇના સગાએ એવો આક્ષેપ કર્યો હતો કે સાહિલભાઇ તા. ૨ના સાંજે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઇ ગયો હતો. એ પછી તેનો ફોન તરત જ બંધ થઇ ગયો હતો. બીજી તરફ જેની લાશ મળી છે એ યુવતિના સગા સતત અમારી ઘરે આવી સાહિલ તેની દિકરીને ભગાડી ગયાનું કહેતો હતો. આ દરમિયાન બંનેની લાશ હવે ચોથા દિવસે કેનાલમાંથી મળી છે ત્યારે અમને શંકા છે કે સાહિલની હત્યા કરી લાશ ફેંકી દેવાઇ છે.
સાહિલભાઇ છુટક મજૂરી કરતો હતો. તે ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ હતો. તેના સગાના કહેવા મુજબ સાહિલભાઇએ અગાઉ જાનવી નામની યુવતિ સાથે મૈત્રીકરાર કર્યા હોઇ હાલ આ યુવતિ તેની સાથે જ રહે છે. આ દરમિયાન તે ઘરેથી નીકળ્યા બાદ હવે તેની લાશ ગુડ્ડી નામની યુવતિ સાથે મળી હતી. આ બંને વચ્ચે પ્રેમપ્રકરણ હોઇ તેના કારણે તેની હત્યા થયાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને કારણે બંને પરિવારોમાં માતમ છવાઇ ગયો છે. રાજકોટ ખાતે સાહિલભાઇના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
